સ્વપ્ન સંકેત : નાક અને નિતંબ સ્વપ્નમાં જોવા એ ભવિષ્યના શું આપે છે સંકેતો ?

|

Oct 16, 2024 | 2:52 PM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

1 / 8
નાક : નાક પર લાગવું, મુક્કા મારવાનું સ્વપ્ન જોવું, છીંક આવવી તે માન-સન્માનને હાનિ પહોંચવાના સંકેત છે. આવું સ્વપ્ન જોયા પછી ધીરજ પૂર્વક કામ કરવાનું સૂચવવામાં આવ્યું છે.

2 / 8
નાના ઘાવ : પોતાના શરીર પર કે અન્ય લોકોના શરીર પર નાના ઘાવ જોવા તે કોઈ બિમારી કે મુશ્કેલીમાંથી છુટવાના સંકેતો છે. આવું સ્વપ્ન જોવું તે કોઈ પરિવારના સભ્ય વિદેશથી પરત આવવાની સૂચના મળવાના સંકેતો છે.

3 / 8
નિતંબ : કોઈના નિતંબ જોવા તે, તે દિવસે કામ સુખ પ્રાપ્ત થશે તેવી સંભાવના છે. સ્વપ્નમાં નિતંબને સ્પર્શ કરવા કે તેને થપકી મારવી તે કોઈ રોગથી જલદી પીડિત થવાની સૂચના છે.

4 / 8
ઊંઘ : સપનામાં પોતાને જ નીંદર કરતા જોવું કે નીંદરમાંથી જાગીને ઉભા થતા જોવું તે કોઈ હોદો પ્રાપ્ત થવાના સંકેતો છે. તેમજ વેપારમાં લાભ અને સફળતાની સૂચના આપે છે. કોઈ નવા વેપારની શરુઆત થવાના યોગ બની રહ્યા છે તેવા સંકેતો આપે છે.

5 / 8
મારવું : સપનામાં કોઈને મારવું અથવા કોઈ તમને મારે છે, મારવાથી શરીર પર નિશાન પડી જવા તે શુભ માનવામાં આવ્યું છે. આ પ્રશંસા તેમજ પુરસ્કાર મળવાની સંભાવના દર્શાવે છે.

6 / 8
અધોવાયુ (પાદ) : સપનામાં અધોવાયુ છુટવુ, તેનો અનુભવ કરવો, તેનો અવાજ સાંભળવો તેને શુભ માનવામાં આવ્યું છે. તમે શત્રુને પરાજય કરી શકશો તેમજ તે વેપારમાં પણ લાભ આપશે. સાથે-સાથે લાભદાયક યાત્રાનો શુભ સંકેત માનવામાં આવ્યું છે.

7 / 8
પગ : પગમાં કંઈક લાગવું કે ખંજવાળ આવવી લાંબી યાત્રા પર જવાના યોગ દર્શાવે છે. પોતાના કે બીજાનો કપાયેલ પગ જોવો તે શત્રુ પર વિજય, કાર્યમાં સફળતા દર્શાવે છે. કોઈ ચીજ દુરથી આવીને પગમાં અથડાય છે તો અચાનક ધન-પ્રાપ્તિના યોગ દર્શાવે છે.

8 / 8
બાવડા : સપનામાં કોઈનું બાવડું પકડીને ચાલવું, બાવડું મરડવું તે પોતાના લોકો દ્વારા અપમાનિત થવાની સંભાવના દર્શાવે છે. શરીરથી અલગ થઈ ગયેલા બાવડા જોવા તે શત્રુ પર વિજય પ્રાપ્તિના સંકેત છે અને કોઈ કલંક માંથી છુટકારો મેળવવાની સૂચના છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery