Gujarati News Photo gallery Swapna sanket dream signals sign have you seen sleeping chest long hair move on finger tongue Thigh big belly in sleep know what it signals
સ્વપ્ન સંકેત : સપનામાં નાના બાળકની જોયેલી ઠુમક-ઠુમક ચાલ કેવું આપશે ફળ?
Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.
1 / 8
છાતી : સ્વપ્નમાં કોઈ સ્ત્રીની છાતી જોવી એ કામ-સુખ મળવાની સંભાવના છે. છાતીને સ્પર્શ કરવો તે પત્ની વિયોગ સૂચવે છે. અવિવાહિત સ્ત્રી પોતે જ પોતાની છાતી જોવે તો લગ્ન થવાની સૂચના છે. છાતી પર વાળ જોવા મળે તો તે મિત્ર દ્વારા મદદ મળશે તેવા સંકેતો આપે છે.
2 / 8
જટા : સપનામાં કોઈ જટાધારી સાધુને જોવા તે શુભ લક્ષણો છે. તપસ્યા કરતા સાધુ જોવા મળે તો ખૂબ જ સારી વાત છે.
3 / 8
સાથળ : રુપવાન સાથળ જોવા તે દુખદ સમય આવવાનું સુચન કરે છે અને કાળા સાથળ જોવા તે નોકરીમાં પ્રમોશન અને વેપારમાં લાભના સંકેતો આપે છે.
4 / 8
જીભ : સપનામાં જીભ કાઢવી, કપાતા જોવી, તે કોઈ સાથે અકારણ જ વાદ-વિવાદ થશે તેવું સૂચવે છે. રસ્તામાં ચાલતા ઝગડો પણ થઈ શકે છે.
5 / 8
ઠુમક : કોઈ બાળકનું ઠુમક-ઠુમક ચાલવું તે ખૂબ જ શુભ છે. તે અચાનક ધન લાભ થવાના સંકેતો આપે છે.
6 / 8
તર્જની : પહેલી આંગળી એટલે કે તર્જની આંગળીનું કપાવું, કોઈ ઘાવ કે પીડા થતી જોવી તે કારીગરોના કામની પ્રશંસા થશે અથવા કોઈ ઈનામ મળવાના સંકેતો છે.
7 / 8
તળીયું : ધૂળ વાળું ગંદુ તળિયું જોવા મળે તો તે શુભ માનવામાં આવે છે. તળિયું સાફ કરતા જોવું તે યાત્રાનો યોગ બની રહ્યો છે તેવું સૂચવે છે. કોઈ પુરુષ સ્ત્રીનું તળિયું જોવે છે તો કામ-સુખની પ્રાપ્તિ થાય છે. કોઈ સ્ત્રી કોઈ પુરુષનું તળિયું જોવે છે તો પતિ, ભાઈ કે માતા-પિતા સાથે ક્લેશ થવાના સંકેતો છે.
8 / 8
ફાંદ : મોટી ફાંદ જોવી, અથવા તેના પર હાથ ફેરવવો તે પેટમાં દર્દ થવાના લક્ષણો છે. મોટી ફાંદ વાળો માણસ સપનામાં જોવો તે ભોજન ન મળવાના સંકેતો આપે છે. ((ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.))