Gujarati News Photo gallery Swapna sanket dream signals sign have you seen religious work bhakti weight stealing Dan Dakshina threat in sleep know what it signals
સ્વપ્ન સંકેત : સપનામાં ધાર્મિક કાર્ય, ત્રાજવા કે ચોરી કરતા કોઈ દેખાયું ? જાણો આ વસ્તુ શું સંકેતો આપે છે
Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.
1 / 9
ચોરી : ચોરી કરાવવી, ચોરી કરવી, ચોરી કરતા જોવું તેમાં સામેલ થવું તે ઘરમાં કંકાસ, મિત્રો સાથે મોટો ઝગડો થવાના સંકેત છે. અકારણ કોઈ કલંક લાગવાના સંકેતો છે.
2 / 9
તુલા-વજન : સપનામાં પોતાને વજન કરતા જોવું કે કોઈને આવું કરતા જોવું તે અચાનક સંકટમાં પડવાના સંકેત છે. ત્રાજવામાં બેસીને પોતાને તોળાતા જોવું તે વધારે બિમાર પડવાના સંકેત છે. આવું સપનું જોયા પછી ખાવા-પીવામાં ધ્યાન રાખવું જોઈએ. કેમ કે બિમાર પડવાના ચાન્સ વધી જાય છે.
3 / 9
ત્રિકોણ : ત્રિકોણ બનાવવું અથવા સપનામાં આવું જોવું તે 3 પ્રકારની સફળતા મળવાના ચાન્સ છે. ઓછામાં ઓછી 3 પ્રકારની સફળતા જલદી મળશે.
4 / 9
થાકેલા : સપનામાં થાકવાના કારણથી બેસી જાવું તે અથવા કોઈ કાર્ય કરતા થાકી જાવું તે વધારે ઝડપથી કાર્ય પુરુ થશે તેવા સંકેતો છે.
5 / 9
દંગલ : દંગલમાં ભાગ લેવો કે દંગલ થતા જોવું તે દુશ્મન પર વિજય થવાના સંકેત છે. તેમજ દુશ્મનો હટવાના લાભ થશે.
6 / 9
દાન-દક્ષિણા : કોઈને દક્ષિણા આપવી કે લેતા જોવું તે આખી રમત બગડવાના સંકેતો છે. દેવાળું નિકળી શકે છે. આવું સપનું જોયા પછી ઓછામાં ઓછા 15 દિવસ સુધી સાવધાનીપૂર્વક કાર્ય કરવું જોઈએ.
7 / 9
દીક્ષા : સપનામાં દીક્ષા આપવી કે લેવી શુભ માનવામાં આવેલું છે. આ સપનું પરીક્ષા કે કોઈ પણ સ્પર્ધામાં નિશ્ચિત સફળતાના યોગ બનાવે છે.
8 / 9
ધમકી : સપનામાં કોઈ પ્રકારની ધમકી મળવી તે શત્રુ પર વિજય મળવાના સંકેતો છે. શત્રુ તમારુ કઈ જ બગાડી નથી શકવાની સંભાવના છે.
9 / 9
ધાર્મિક કાર્ય : કોઈ ધાર્મિક કાર્યનો સમારોહ જોવો તે શુભ માનવામાં આવી રહ્યું છે. આ બધી તરફથી લાભ થવાના સંકેતો આપે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)