સુરતના સચીન GIDC વિસ્તારમાં બે કિશોરી સાથે બળાત્કારના કેસમાં આરોપીઓને 20 વર્ષની સજા, હર્ષ સંઘવીએ ઝડપી કાનૂની પ્રક્રિયા માટે પોલીસની ભૂમિકાને વખાણી

|

Jul 08, 2024 | 1:47 PM

ગુજરાતના સુરત શહેરના છેવાડે આવેલા સચીન જીઆઈડીસી ખાતે લગ્નની લાલચ આપી સગીરવયની બે બહેનપણીઓને અપહરણ કરી મધ્ય પ્રદેશ ખાતે દુષ્કર્મ આચરવાના કેસમાં શનિવારે ચુકાદો આવ્યો હતો. આ ચુકાદામાં સુરત સેશન્સ કોર્ટે બે આરોપીઓને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોલીસની કામગીરીની સરાહના પણ કરી હતી.

1 / 5
સુરતના સચીન વિસ્તારમાં પાલીગામમાં એક બિહારવાસી પરિવાર રહે છે. આ પરિવારમાં 13 વર્ષની કિશોરી પણ છે. ઘટનામાં આ જ સ્થાનિક વિસ્તારમાં રહેતા 29 વર્ષના હરીકિશન કાલુ રાઠોડ ઉર્ફે સાહુ એ પોતાની પ્રેમજાળમાં તેણે ફસાવી હતી.

2 / 5
આ ઉપરાંત અન્ય એક ઘટનામાં સચીન GIDC પાસે આવેલી ઉમંગ રેસીડેન્સીમાં રહેતા રાહુલ ભૈયારામ રાઠોડે એક 15 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હોવાની ઘટના પણ સામે આવી હતી.

3 / 5
જોકે તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે બંને આરોપી હરીકિશન રાઠોડ અને રાહુલ રાઠોડે અગાઉથી જ પ્લાન બનાવી ગઈ તારીખ 2 ઓકટોબર, 2023 ના રોજ બંને કિશોરીને પોતાની સાથે મધ્ય પ્રદેશના છતરપૂર જિલ્લામાં પોતાના વતન સુધી અપહરણ કરી લઈ ગયા હતા.

4 / 5
કિશોરી સગીર હોવા છતાં હરીકિશને કિશોરી સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. આ જ રીતે પહેલેથી ઘડેલ પ્લાન અનુસાર રાહુલે પણ 15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બંને કિશોરીઓના પરિવારે આ સમગ્ર ઘટના બાબતે સચીન GIDC પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

5 / 5
પોલીસ કાર્યવાહી કરી આ બંને આરોપીને ઝડપી પાડયા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. મહત્વનું છે કે 8 મહિનાના નોંધપાત્ર ગાળામાં પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાને લઈ ગૃહ રાજ્યમંત્રીએ પણ આ બાબતે નોંધ લીધી હતી. કોર્ટે આરોપીઓને લઈ આપેલ આ ચુકાદામાં સુરત સેશન્સ કોર્ટે બે આરોપીઓને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. ઝડપથી ન્યાય અપાવાને લઈ હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી પોલીસની કામગીરીની સરાહના કરી.

Published On - 1:39 pm, Mon, 8 July 24

Next Photo Gallery