
સની દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મ બંટવારા 1947ની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો ચાલો મુંબઈ અને આસપાસ રહેલી અભિનેતાની પ્રોપર્ટી વિશે જાણીએ.

સની દેઓલ મુંબઈના માલાબાર હિલ વિસ્તારમાં એક આલીશાન ઘરના માલિક છે. જે શહેરના સૌથી પૌશ વિસ્તારમાંથી એક છે. રિપોર્ટ મુજબ આ પ્રોપર્ટીમાં અનેક મોટી સુવિધાઓ છે.

જેમ કે, પ્રાઈવેટ સિનેમા,મોર્ડન જિમ, સ્વિમિંગ પુલ અને હેલીપેડ સામેલ છે. કહેવામાં આવે છે કે, ઘર એટલું મોટું છે કે, તેમાં અંદાજે 50 મહેમાન આરામથી રહી શકે છે.

આ અભિનેતા સૌથી વધુ મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા દેઓલ પરિવારના ભૂતપૂર્વ ઘર સાથે સંકળાયેલા છે, જે "ધર્મેન્દ્ર હાઉસ" તરીકે ઓળખાય છે. આ ઘર દાયકાઓથી પરિવારનું નિવાસસ્થાન રહ્યું છે અને દેઓલ પરિવાર સાથે અહીં રહે છે. આ ઘરની કિંમત અંદાજે 60 કરોડ છે.

દેઓલ પરિવારનું લોનાવલામાં અંદાજે 100 એકરમાં ફેલાયેલું મોટું ફાર્મ હાઉસ પણ છે. મુંબઈથી દુર આવેલી આ પ્રોપર્ટીમાં સની દેઓલ પરિવાર સાથે અનેક વખત જાય છે. કોરોના મહામારી દરમિયાન પરિવાર આ ફાર્મહાઉસમાં રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ફોટો વીડિયો પણ શેર કર્યા હતા.

રિપોર્ટ મુજબ સની દેઓલનું મુંબઈના ઓશિવારા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ છે. આ પ્રોપર્ટી અંદાજે 2 કરોડ રુપિયામાં ખરીદિ હતી.

ઓશિવારા ફિલ્મ સ્ટુડિયો, પ્રોડકશન હાઉસ અને ટેલિવિઝન હબ પાસે હોવાથી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને રહેવા માટે બેસ્ટ સ્થળ છે. (all photo : PTI)