Stocks to Buy : શેરબજારમાં તોફાની હલચલ વચ્ચે પણ આ સ્ટોક રહ્યા અડીખમ, હજુ પણ વધશે ભાવ ! જાણો કારણ
આ એવા 6 શેર છે જેમના RSI આવા તોફાની માર્કેટમાં પણ ઘટવાને બદલે વધ્યા છે. આ 6 શેર નિફ્ટીની ટોચની 200 કંપનીઓનો ભાગ છે અને ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડ થાય છે. તેજીવાળા બજારમાં પણ, તેમના RSIમાં આ ઊંચા ઉછાળાનો અર્થ એ છે કે જ્યારે બજાર તેજી કરશે ત્યારે તેઓ વધુ તેજી કરશે.
1 / 7
શેરબજારમાં RSI એક ટેકનિકલ ઇન્ડિકેટર છે. સ્ટોકના ચાર્ટ પર RSI 0 અને 100 વચ્ચેના સ્કેલ પર માપવામાં આવે છે. 70 થી ઉપરનું RSI મૂલ્ય સૂચવે છે કે સ્ટોક "ઓવરબૉટ" હોઈ શકે છે, એટલે કે કિંમત ખૂબ વધી ગઈ છે અને હવે તેમાં ઘટાડો થવાની સંભાવના છે.30 ની નીચેનું RSI મૂલ્ય સૂચવે છે કે સ્ટોક "ઓવરસોલ્ડ" છે, મતલબ કે કિંમત ખૂબ ઘટી ગઈ છે અને હવે વધી શકે છે. અહીં એવા 6 શેર આપવામાં આવ્યા છે. જે બજારમાં તેજીના સમયે ખૂબ તેજીથી તેના ભાવ વધશે.
2 / 7
Petronet LNG Ltd : પેટ્રોનેટ LNG લિમિટેડ એ એક ભારતીય તેલ અને ગેસ કંપની છે જેની રચના ભારત સરકાર દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત કરવા અને દેશમાં LNG ટર્મિનલ સ્થાપવા માટે કરવામાં આવી છે. આ કંપનીના શેર ગુરુવારે 364.00 પર બંધ થયા હતા.
3 / 7
Granules India Ltd : ગ્રાન્યુલ્સ ઈન્ડિયા લિમિટેડ અને તેની પેટાકંપનીઓ મુખ્યત્વે સક્રિય ફાર્મા ઘટકો (APIs), ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ઈન્ટરમીડિએટ્સ (PFIs) અને ફિનિશ્ડ ડોઝના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે.આ કંપનીના શેર ગુરુવારે 590.50 પર બંધ થયા હતા.
4 / 7
Jindal Steel And Power Ltd : જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ નવી દિલ્હી સ્થિત ભારતીય સ્ટીલ કંપની છે. જેએસપીએલ એ ઓપી જિંદાલ ગ્રુપનો એક ભાગ છે. ટનેજની દ્રષ્ટિએ, તે ભારતમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ખાનગી સ્ટીલ ઉત્પાદક છે અને રેલનું ઉત્પાદન કરતી ભારતમાં એકમાત્ર ખાનગી કંપની છે. આ કંપનીના શેર ગુરુવારે 1,048.00 પર બંધ થયા હતા.
5 / 7
Mahanagar Gas Ltd : મહાનગર ગેસ લિમિટેડ એ ભારતીય કુદરતી ગેસ વિતરણ કંપની છે, જે 8 મે 1995ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી. MGL એ GAIL લિમિટેડ અને મહારાષ્ટ્ર સરકારનું એન્ટરપ્રાઇઝ છે. આ કંપનીના શેર ગુરુવારે 1,935.70 પર બંધ થયા.
6 / 7
JSW Steel Limited : JSW સ્ટીલ લિમિટેડ મુંબઈમાં સ્થિત એક ભારતીય બહુરાષ્ટ્રીય સ્ટીલ ઉત્પાદક છે અને તે JSW જૂથની મુખ્ય કંપની છે. ભૂષણ પાવર એન્ડ સ્ટીલ, ઇસ્પાત સ્ટીલ અને જિંદાલ વિજયનગર સ્ટીલ લિમિટેડના વિલીનીકરણ પછી, JSW સ્ટીલ ભારતની બીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની સ્ટીલ કંપની બની. આ કંપનીના શેર ગુરુવારે 1,041.00 પર બંધ થયા.
7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.