Stock Market: ₹93,000 કરોડના પ્રોજેક્ટ પર ‘રોક’! ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, આ સેક્ટરના શેર ધડામ કરતાં નીચે પટકાયા

ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી 93,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર તાત્કાલિક ‘રોક’ મૂકવામાં આવી છે. આ નિર્ણયથી કેટલાંક શેરો નીચે પટકાયા છે અને રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે. ટૂંકમાં આ એક જાહેરાતથી શેરબજારમાં ભારે હલચલ જોવા મળી છે.

| Updated on: Dec 23, 2025 | 4:45 PM
4 / 6
આ નિર્ણયની અસર શેર બજારમાં તરત જ જોવા મળી હતી. Dominion Energy ના શેર લગભગ 4 ટકા ઘટાડા સાથે બંધ થયા. ડેનમાર્કની કંપની Orsted, જે Revolution અને Sunrise પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, તેના શેરોમાં પણ લગભગ 11 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ નોર્વેની Equinor, જે Empire Wind 1ની ડેવલપર છે, તેના શેરમાં અંદાજિત 1 ટકા જેટલો ઘટાડો થયો.

5 / 6
અમેરિકન હોમલૅન્ડ સેક્રેટરી Doug Burgum એ જણાવ્યું કે, પેન્ટાગન દ્વારા કેટલાક રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જોખમો ઓળખવામાં આવ્યા છે. સરકારના અનુસાર, ઑફશોર વિન્ડ ટર્બાઇનની બ્લેડ વધારે 'રિફ્લેક્ટિવ ટાવર રડાર' સિસ્ટમમાં વિક્ષેપ નાખી શકે છે. સરકારનું કહેવું છે કે, આ ટર્બાઇનોના કારણે રડાર પર ખોટા ટાર્ગેટ જોવા મળી શકે છે અને મૂવિંગ ઑબ્જેક્ટ્સને ઓળખવામાં મુશ્કેલી થઈ શકે છે. આ કારણે તમામ લીઝને તાત્કાલિક રોકી દેવામાં આવ્યા છે, જેથી આ જોખમોને ઘટાડવાના વિકલ્પો પર વિચાર કરવામાં આવી શકે છે.

6 / 6
નોંધનીય છે કે, ટ્રમ્પ પોતાના પહેલા કાર્યકાળથી જ વિન્ડ ઇંડસ્ટ્રીના વિરોધી રહ્યા છે. 20 જાન્યુઆરીના રોજ તેમણે નવા ઑનશોર અને ઑફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ માટે તમામ નવી લીઝ અને પરમિટ પર રોક લગાવવા આદેશ આપ્યો હતો. જો કે, આ નિર્ણયને કોર્ટમાં પણ પડકાર મળ્યો છે. હવે સૌની નજર એ પર છે કે, આ રોક કેટલા સમય સુધી ચાલુ રહેશે. જો આ રોક લાંબો સમય ચાલશે, તો આની અસર માત્ર કંપનીઓ પર નહીં પરંતુ અમેરિકાની ઊર્જા કિંમત, રોજગાર અને ક્લીન એનર્જી ટ્રાંઝિશન પર પણ પડી શકે છે.