
ઓનલાઈન ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની Swiggy ના શેર પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. જો કે, બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઈઝ ₹520 થી ઘટાડીને ₹400 કરી દીધો છે. ₹176 ના વર્તમાન ભાવની સરખામણીમાં આ લગભગ 127% ની સંભવિત તેજી દર્શાવે છે.

Swiggy નો રેવેન્યુ બીજી ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ધોરણે 11.1% વધીને ₹7,571 કરોડ થયો છે. વાર્ષિક ધોરણે તેમાં 36.1% નો વધારો થયો છે. જો કે, કંપનીને ₹922 કરોડની નેટ ખોટ (Net Loss) થઈ છે. ફૂડ ડિલિવરી બિઝનેસમાં માર્જિન સુધર્યું છે. તેનો એડજસ્ટેડ EBITDA માર્જિન અગાઉના ત્રિમાસિક ગાળાના 3.1% થી વધીને 3.4% થયો છે. ICICI Securities ને આશા છે કે, આગામી ત્રિમાસિક ગાળામાં તેમાં વધુ સુધારો થઈ શકે છે.

Swiggy ના ક્વિક કોમર્સ બિઝનેસ Instamart ની ગ્રોસ ઓર્ડર વેલ્યુ (GOV) બીજી ત્રિમાસિક ગાળામાં 16.7% વધીને ₹9,230 કરોડ થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે તેમાં 31.4% નો વધારો થયો છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન 69 નવા સ્ટોર ઉમેર્યા છે.

સપ્ટેમ્બરના અંત સુધીમાં 133 શહેરોમાં તેના 1,240 સ્ટોર હતા. જો કે, આ બિઝનેસમાં હજુ પણ ખોટ થઈ રહી છે. બ્રોકરેજનું માનવું છે કે, ડિસ્કાઉન્ટ ઘટાડવાથી અને ખર્ચ પર નિયંત્રણ રાખવાથી બીજા 6 મહિનામાં માર્જિન સુધરી શકે છે.

ICICI Securities એ Swiggy પર BUY રેટિંગ જાળવી રાખ્યું છે. ખાસ વાત એ છે કે, ટાર્ગેટ પ્રાઈઝ ₹520 થી ઘટાડીને ₹400 કરી દીધો છે. બ્રોકરેજે મૂડીના ખર્ચના અંદાજમાં વધારો અને સંભવિત શેરોની સંખ્યાને આનું કારણ બતાવ્યું છે.

હવે કંપની માટે ફૂડ ડિલિવરી બિઝનેસમાં ગ્રોથ જાળવી રાખવો અને Instamart ની ખોટ ઘટાડવી મહત્વપૂર્ણ રહેશે. સ્વિગીનો શેર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 16.75% ના ભારી ઘટાડા સાથે 175 રૂપિયા પર બંધ થયો હતો.

અપેક્ષા મુજબના પરિણામો ન આવતા રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. છેલ્લા 6 મહિનામાં સ્ટોક 38.50% તૂટ્યો છે, જ્યારે 1 વર્ષમાં 58.65% ક્રેશ થઈ ચૂક્યો છે. કંપનીની માર્કેટ કેપ પણ ઘટીને 40.42 હજાર કરોડ રૂપિયા પર આવી ગઈ છે.