Zomato એ કર્યો 138 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો, એક વર્ષમાં શેરના ભાવમાં થયો 161 ટકાનો બમ્પર વધારો

|

Feb 08, 2024 | 4:19 PM

એક મહિનામાં ઝોમેટોના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. શેરના ભાવમાં 7.70 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં સ્ટોકમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે અને શેરના ભાવમાં 47.90 રૂપિયાનો વધારો થયો છે.

1 / 5
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ નાણાકીય વર્ષ 2023-24 માટે તેના ત્રીજા ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. ઝોમેટોએ તેમાં સારો નફો કર્યો છે. ઝોમેટોએ ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે 138 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

2 / 5
ફૂડ ડિલિવરી કંપનીની સતત ત્રીજી વખત ત્રિમાસિક ગાળામાં પ્રોફિટ કર્યો છે. આ સાથે કંપનીની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 69% વધીને 3,288 કરોડ રૂપિયા થઈ છે.

3 / 5
ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન ઝોમેટોએ 347 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ અને  1,948 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી. આજે 8 ફેબ્રુઆરીના રોજ, ઝોમેટોના શેરનો ભાવ 1.60 રૂપિયાના વધારા સાથે 142 રૂપિયાનો સ્તર પર બંધ થયો હતો. જો ટકામાં ગણતરી કરીએ તો તેમાં 1.14 ટકાનો વધારો થયો હતો.

4 / 5
એક મહિનામાં ઝોમેટોના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. શેરના ભાવમાં 7.70 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં સ્ટોકમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે અને શેરના ભાવમાં 47.90 રૂપિયાનો વધારો થયો છે.

એક મહિનામાં ઝોમેટોના શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. શેરના ભાવમાં 7.70 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં સ્ટોકમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે અને શેરના ભાવમાં 47.90 રૂપિયાનો વધારો થયો છે.

5 / 5
ઝોમેટોના શેરે એક વર્ષમાં સ્ટોક બમણો થયો છે અને રોકાણકારોને એક વર્ષમાં 161 ટકાથી વધારે વળતર મળ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 87.60 રૂપિયા થાય છે. Zomatoનો 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ 147.50 છે અને તેનો 52 સપ્તાહનો નીચો ભાવ 49 રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery