
મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર Pte એ તે જ દિવસે બલ્ક ડીલ દ્વારા યસ બેંકના 30 કરોડ શેર 830 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, જે કુલ ઈક્વિટીના 1.06 ટકા જેટલા હતા. ટ્રાન્ઝેક્શન 27.1 રૂપિયા પ્રતિ શેરના ભાવે થયું હતું.

યસ બેન્કે ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 231 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ પહેલા 51.5 કરોડ રૂપિયા હતો. બેંકની ચોખ્ખી વ્યાજ આવક નાણાકીય વર્ષના ત્રીજા ક્વાટરમાં વાર્ષિક ધોરણે 2.3 ટકા વધીને 2,016.8 કરોડ રૂપિયા છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 2 ટકા પર સ્થિર રહી, જ્યારે નેટ એનપીએ 0.9 ટકા પર સુધરી છે.