Stock Market : આવતીકાલે આ સ્ટોક પર રોકાણકારોની નજર, 200 મિલિયન ડોલરની ડીલથી મળ્યો મજબૂત બૂસ્ટ

આવતીકાલે સ્ટોક માર્કેટમાં રોકાણકારોની નજર એક સ્ટોક પર રહેવાની શક્યતા છે, કારણ કે કંપનીએ અપેક્ષા કરતાં વધુ નફો જાહેર કર્યો છે. આ સાથે જ, 200 મિલિયન ડોલરની મોટી ડીલના સમાચારના કારણે સ્ટોકમાં મજબૂત ઉછાળો જોવા મળી શકે છે.

| Updated on: Jul 16, 2025 | 7:52 PM
1 / 8
LTTS એ નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં નફાની અંદર 1.6% નો વધારો નોંધાવ્યો, જે અંદાજ કરતાં વધુ સારો રહ્યો. LTTS એ સતત ત્રીજી વખત $200 મિલિયનથી વધુની મોટી ડીલ મેળવી છે.

2 / 8
L&T ટેકનોલોજી સર્વિસીસ (LTTS) એ બુધવાર, 16 જુલાઈ, 2025 ના રોજ એપ્રિલ-જૂન 2025 માટે તેના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીનો કોન્સોલિડેટેડ નફો 1.6% વધીને રૂ. 316 કરોડ થયો, જે પાછલા ક્વાર્ટરમાં રૂ. 311 કરોડ હતો.

3 / 8
કંપનીની આવક 3.9% ઘટીને રૂ. 2,866 કરોડ થઈ છે. જે પાછલા ક્વાર્ટરમાં રૂ. 2,982 કરોડ હતી, જ્યારે અંદાજિત આવક ₹2,900 કરોડ હતી. વર્ષ-દર-વર્ષ (YoY) આધાર પર આવકમાં 16.4%નો વધારો થયો છે.

4 / 8
કંપનીનો EBIT ₹393.3 કરોડથી ઘટીને ₹381.5 કરોડ રહ્યો છે, જે ₹388 કરોડના અંદાજ કરતા થોડો ઓછો છે. EBIT માર્જિન 13.2% થી વધીને 13.3% થયો છે, જે 13.4% ના અંદાજ કરતાં થોડો ઓછો છે.

5 / 8
LTTS એ સતત ત્રીજા ક્વાર્ટરમાં $200 મિલિયનથી વધુનો મોટો સોદો મેળવ્યો છે. આમાં $50 મિલિયનની એક ડીલ, $20-30 મિલિયનના ત્રણ સોદા અને $10 મિલિયનથી વધુની 6 ડીલનો સમાવેશ થાય છે. કંપનીએ ટેક્સાસના પ્લાનમાં એક નવું ડિઝાઇન સેન્ટર ખોલ્યું છે, જે AI, સાયબર સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

6 / 8
LTTS ના CEO અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, "અમે મોટા સોદાઓ સાથે વ્યવસાયિક વર્ષની મજબૂત શરૂઆત કરી છે. યુરોપ અને યુએસમાં કંપનીની ગ્રોથ ચાલુ છે. અમારી મલ્ટી-સેક્ટર સ્ટ્રેટેજી મજબૂત સાબિત થઈ છે, ખાસ કરીને સસ્ટેનેબિલિટી સેગમેન્ટમાં, જ્યાં વર્ષ દરમ્યાન 10% થી વધુની વૃદ્ધિ નોંધાઈ છે." તેમણે જણાવ્યુ કે, કંપની PLxAI નામક એક AI ફ્રેમવર્ક લોન્ચ કરી રહી છે, જે ગ્લોબલ ગ્રાહકો માટે પ્રોડક્ટ ડેવલપમેન્ટની ગતિ વધારશે.

7 / 8
સસ્ટેનેબિલિટી સેગમેન્ટે Q1 માં $100 મિલિયનનો આંકડો પાર કર્યો છે અને વાર્ષિક 10% થી વધુનો ગ્રોથ કર્યો છે. મજબૂત ઓર્ડર બુકના આધારે, LTTS કંપનીએ નાણાકીય વર્ષ 2026 માં 10% થી વધુ વૃદ્ધિ અને મધ્યમ ગાળામાં $2 બિલિયન આવકના લક્ષ્યને પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખી છે.

8 / 8
કંપનીએ જણાવ્યું હતું કે, 'એમ. ટી. લક્ષ્મણન' 31 જુલાઈ 2025 ના રોજ CHRO અને સિનિયર મેનેજમેન્ટ પર્સનલના પદ પરથી રાજીનામું આપશે. તેમના સ્થાને ટી. શિવરામને 1 ઓગસ્ટ 2025 થી CHRO અને સિનિયર મેનેજમેન્ટ પર્સનલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.