Gujarati News Photo gallery Stock Market Tata Group Ratan Tata Investors keep money ready may big fall in Tata Chemicals shares investments bumper returns
રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો, ટાટાની આ કંપનીના શેરમાં આવી શકે છે મોટો ઘટાડો, અત્યારે રોકાણ કરશો તો મળશે બમ્પર રિટર્ન!
ટાટા કેમિકલ્સનો શેર આ મહિનાની શરૂઆતમાં અંદાજે 40 ટકા ઊછળ્યો હતો અને 7 માર્ચ, 2024ના રોજ 1,349.70 રૂપિયાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેરમાં આ વધારો ટાટા સન્સ સપ્ટેમ્બર 2025માં લિસ્ટ થઈ શકે છે તેના કારણે આવ્યો હતો.
1 / 5
ટાટા ગ્રૂપની કેમિકલ કંપની ટાટા કેમિકલ્સના શેરમાં આજે 20 માર્ચના રોજ વેચવાલીનું દબાણ છે. જેના કારણે ટાટા કેમિકલ્સનો શેર 8 ટકાથી વધુ તૂટ્યો હતો. હાલમાં શેર BSE પર 1036.75 રૂપિયાના સ્તર પર 7.48 ટકા ડાઉન છે. ઈન્ટ્રા-ડેમાં શેર 8.79 ટકા ઘટીને 1022.00 રૂપિયા થયો હતો.
2 / 5
ટાટા કેમિકલ્સનો શેર આ મહિનાની શરૂઆતમાં અંદાજે 40 ટકા ઊછળ્યો હતો અને 7 માર્ચ, 2024ના રોજ 1,349.70 રૂપિયાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેરમાં આ વધારો ટાટા સન્સ સપ્ટેમ્બર 2025માં લિસ્ટ થઈ શકે છે તેના કારણે આવ્યો હતો. નિયમો અનુસાર, અપર લેયર NBFCs ને સૂચિત થયાના 3 વર્ષની અંદર લિસ્ટ કરવાની હોય છે. RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને સૂચના આપી હતી.
3 / 5
સ્પાર્ક કેપિટલના 4 માર્ચના અહેવાલ અનુસાર, ટાટા કેમિકલ્સને પણ તેનો ફાયદો થશે કારણ કે તેની પાસે ટાટા સન્સમાં 3 ટકા હિસ્સો છે. મીડિયા રિપોર્ટ મૂજબ ટાટા સન્સ લિસ્ટ થવાની શક્યતા નથી અને તે દેવું ઘટાડવા અને ટાટા કેપિટલ જેવી સંસ્થાઓને અલગ કરવા સહિતના અનેક વિકલ્પો પર વિચાર કરી રહી છે.
4 / 5
ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે 12 માર્ચના તેના અહેવાલમાં ટાટા કેમિકલ્સનું સેલ રેટિંગ જાળવી રાખ્યું હતું અને ટાર્ગેટ પ્રાઈસ 780 રૂપિયા નક્કી કર્યો હતો. બ્રોકરેજ માને છે કે સોડા એશ માર્જિનમાં ઘટાડાને કારણે તેનું EPS નાણાકીય વર્ષ 2023-25 વચ્ચે લગભગ બે તૃતીયાંશ જેટલો ઘટી શકે છે.
5 / 5
અહીં ફોટોમાં હાઈલાઈટ કરેલા સુપર ટ્રેન્ડ ઈન્ડીકેટરમાં દર્શાવ્યા મૂજબ આવનારા સમયમાં મોટો ઘટાડો આવવાના સંકેત જોવા મળી રહ્યા છે. જો ટાટા કેમિકલ્સના શેરના ભાવમાં મોટો ઘટાડો આવે છે તો રોકાણકારોને શેર સસ્તા ભાવમાં ખરીદવાની તક મળશે. ત્યારબાદ જ્યારે શેરના ભાવમાં વધારો થશે ત્યારે મોટો નફો થઈ શકે છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)