Stock Market : આ આઈટી શેરમાં થશે ‘રૂપિયાનો વરસાદ’, કંપનીએ કરી ‘મોટી જાહેરાત’

જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. આઈટી સેક્ટરની એક મોટી કંપનીએ તેના રોકાણકારોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. વાત એમ છે કે, કંપનીએ શેર દીઠ 720% નું ફાઈનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે.

| Updated on: Apr 22, 2026 | 5:35 PM
1 / 5
આઈટી સેક્ટરની અગ્રણી કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રોકાણકારોને મોટી ભેટ આપતા શેર દીઠ ₹36 (720%) ફાઈનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીનો આ પ્રસ્તાવ આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.

2 / 5
કંપની અગાઉ નવેમ્બર 2025માં શેર દીઠ ₹15 (300%) વચગાળાનું (Interim) ડિવિડન્ડ આપી ચૂકી છે. આ સ્થિતિમાં જો ફાઈનલ ડિવિડન્ડને મંજૂરી મળી જાય, તો આખા નાણાકીય વર્ષ માટેનું કુલ ડિવિડન્ડ શેર દીઠ ₹51 (1020%) થઈ જશે.

3 / 5
ડિવિડન્ડ માટે કંપનીએ 3 જુલાઈ 2026 (શુક્રવાર) રેકોર્ડ ડેટ નક્કી કરી છે. ટૂંકમાં, આ તારીખ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડમાં હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર ગણાશે.

4 / 5
કંપનીએ જાણકારી આપી છે કે, 1 જુલાઈ 2026 થી 3 જુલાઈ 2026 સુધી રજિસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક બંધ રહેશે. જો AGMમાં ડિવિડન્ડને મંજૂરી મળશે, તો કંપની 14 ઓગસ્ટ 2026 પહેલા શેરધારકોના ખાતામાં ડિવિડન્ડની રકમ જમા કરી દેશે. આ પેમેન્ટ શેરધારકોને તેમના રેકોર્ડ મુજબ કરવામાં આવશે.

5 / 5
Tech Mahindra દ્વારા કરવામાં આવેલી ડિવિડન્ડની આ જાહેરાત રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે અને તે કંપનીની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. હાલમાં આ શેર 1,462.60 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

Follow Us