
JSW સિમેન્ટનો IPO બે ભાગમાં છે, જેમાં એક ₹1,600 કરોડનો નવો ઇશ્યૂ અને ₹2,000 કરોડનો ઓફર ફોર સેલ (OFS) છે. OFS માં, એપોલો મેનેજમેન્ટની પેટાકંપની AP એશિયા ઓપર્ચ્યુનિસ્ટિક હોલ્ડિંગ્સ લિમિટેડ ₹931.80 કરોડના શેર વેચશે, સિનર્જી મેટલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ લિમિટેડ ₹938.50 કરોડના શેર વેચશે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ₹129.70 કરોડના શેર વેચશે.

કંપની આ IPOમાંથી એકત્ર કરાયેલા ₹800 કરોડનો ઉપયોગ રાજસ્થાનના નાગૌરમાં નવી ઇન્ટીગ્રેટેડ સિમેન્ટ સુવિધા માટે કરશે. આ સિવાય ₹520 કરોડ હાલના દેવાની ચુકવણી અથવા આગળની ચુકવણી પર ખર્ચવામાં આવશે.

બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ કંપની ₹4,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી હતી પરંતુ તાજેતરના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર તાજા ઇશ્યૂમાં ₹400 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ IPO માં 50% શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે, ઓછામાં ઓછા 15% નોન ઇન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NIIs) માટે અને 35% રિટેલ રોકાણકારો માટે રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, લોટ સાઈઝ 102 શેરની છે. એન્કર રોકાણકારો માટે ફાળવણી 6 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. શેર એલોટમેન્ટ ડેટ 12 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે. રિફંડ 13 ઓગસ્ટથી શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે. BSE અને NSE પર લિસ્ટિંગની સંભવિત તારીખ 14 ઓગસ્ટ છે.
Published On - 6:34 pm, Tue, 5 August 25