Gujarati News Photo gallery Stock Market Reliance Industries Mukesh Ambani gave crores rupees order to Gujarat Toolroom Ltd share price upper circuit
મુકેશ અંબાણીએ અમદાવાદની કંપનીને આપ્યો કરોડો રૂપિયાનો ઓર્ડર, 3 દિવસથી શેરમાં લાગી રહી છે અપર સર્કિટ
શેર આજે 2.85 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 59.20 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો અને 59.98 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.99 ટકાના વધારા સાથે 59.98 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 62.28 રૂપિયા છે.
1 / 5
ગુજરાત ટૂલરૂમ લિમિટેડ બાંધકામ, ઔદ્યોગિક સાધનોની આયાત-નિકાસ, રત્ન અને કિંમતી ધાતુઓના વેપાર અને ખાણકામની કામગીરી સહિતના વિવિધ ક્ષેત્રોને સર્વિસિસ પૂરી પાડે છે. ગુજરાત ટૂલરૂમના શેરમાં તેજી જોવા મળી રહી છે. આજે માર્કેટ ખુલતાની સાથે જ શેરના ભાવમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી સતત GTL ના શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે.
2 / 5
શેરના ભાવમાં વધારો થવાનું કારણ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી મળેલા એક સમાચાર છે. ગુજરાત ટૂલરૂમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 29 કરોડ રૂપિયાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે તેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસેથી બાંધકામ પુરવઠા માટે ઓર્ડર મળ્યો છે. કંપની નજીકના ભવિષ્યમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસેથી આવા વધુ ઓર્ડર મેળવવાની અપેક્ષા રાખે છે.
3 / 5
ગુજરાત ટૂલરૂમ લિમિટેડના શેર આજે 7 માર્ચના રોજ 2.85 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 59.20 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો અને 59.98 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.99 ટકાના વધારા સાથે 59.98 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 62.28 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 8.92 રૂપિયા છે.
4 / 5
6 મહિના પહેલા GTL ના શેરના ભાવ 13.74 રૂપિયા હતા. આજના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો 59.98 - 13.74 = 46.24. એટલે કે ઈન્વેસ્ટર્સને 46.24 રૂપિયાનું વળતર મળ્યું કહેવાય. શેર 6 માસમાં અંદાજે 350 ટકાથી વધુ વધ્યો છે. એક વર્ષ પહેલા 8 માર્ચના રોજ શેરના ભાવ 11.2 રૂપિયા હતા.
5 / 5
ગુજરાત ટૂલરૂમ લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 0.37 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 99.4 ટકા છે. કંપનીમાં કુલ 14,585 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 333 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું કોઈ નથી. કંપનીનો ટેક્સ બાદનો નફો 1.39 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)