
JB Chemicals & Pharmaceuticals : JB ChemPharmaના ચાર્ટમાં પુલબેક પછી ફરીથી Buy સિગ્નલ દેખાઈ રહ્યો છે. સુપરટ્રેન્ડ અને મૂવિંગ એવરેજ સપોર્ટ સાથે શેરે અપસાઇડ મૂવ શરૂ કરી છે, જે દર્શાવે છે કે બુલ્સ ફરીથી કંટ્રોલમાં આવી રહ્યા છે.

Aurobindo Pharmaમાં લાંબા સમય બાદ ટ્રેન્ડ રિવર્સલ જોવા મળ્યો છે. PSP Mast Buy સિગ્નલ પછી શેરે મજબૂત ગ્રીન કૅન્ડલ બનાવી છે, જે દર્શાવે છે કે ડાઉનટ્રેન્ડ સમાપ્ત થઈને નવી બુલિશ લેગ શરૂ થવાની શક્યતા છે.

Lupin Ltd: Lupinના ચાર્ટમાં કન્સોલિડેશન બાદ અચાનક તીવ્ર બ્રેકઆઉટ જોવા મળ્યો છે. Buy સિગ્નલ બાદ શેરે મજબૂત વોલ્યુમ સાથે ઊંચી દિશામાં મૂવ આપ્યો છે, જે સ્વિંગ ટ્રેડર્સ માટે ઝડપી નફાની તક સૂચવે છે. ટેક્નિકલ સ્ટ્રક્ચર અને હાલની માર્કેટ સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીએ તો, આવનારા 7થી 10 ટ્રેડિંગ સેશનમાં આ શેરોમાં ધીમે ધીમે મજબૂત અપટ્રેન્ડ જોવા મળી શકે છે. જોકે, ટ્રેડ લેવા પહેલાં યોગ્ય સ્ટોપલોસ અને રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.
Published On - 10:58 am, Wed, 7 January 26