
તાજા ઈશ્યુમાંથી ઊભા કરાયેલા રૂપિયા 968.6 કરોડ કંપનીની સબસિડિયરી પ્રીમિયર એનર્જી ગ્લોબલ એન્વાયરમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણ માટે ફાળવવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કંપનીના કામકાજ માટે કરવામાં આવશે.

નેટ ઓફરમાંથી, 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે.પી. મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ પ્રીમિયર એનર્જી આઈપીઓ માટે લીડ બુક-રનિંગ મેનેજર છે, જ્યારે કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહી છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 9:45 pm, Tue, 27 August 24