
ટ્રેડિંગ માટે સૌથી અસરકારક સમયની વાત કરવામાં આવે તો 27 મેના રોજ બે ખાસ ટાઈમ સ્લોટ ટ્રેડિંગ માટે યોગ્ય ગણાય છે.

ક્યારે ન કરવી નવી એન્ટ્રી, અને ક્યા પોઈન્ટે બુક કરવો નફો : બપોરે 1:42 પછી બજારમાં વોલેટિલિટી વધી શકે છે અને નવા ટ્રેન્ડની તાકાત ઘટી જાય છે. એટલે આ સમયે CEમાં નવી એન્ટ્રી ન કરવી વધુ સારું રહેશે. અગાઉથી ચાલી રહેલી પોઝિશનમાં મુનાફો બુક કરી લેવો યોગ્ય રહેશે, અથવા ટ્રેલિંગ સ્ટોપલૉસ સેટ કરી શકાય.

જો બજાર 24,900ની નીચે ફસળી જાય છે, તો PE (Put Option)માં રિવર્સલ એન્ટ્રી લઇ શકાય, જેમ કે 24,900 PE ₹165–₹185 વચ્ચે ખરીદી, અને ₹220–₹250નો ટાર્ગેટ રાખી શકાય છે. બપોર પછીના સત્રમાં બજારમાં ભ્રમ અને વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી આ સમય પછી નવી પોઝિશન લેવી ટાળવી વધુ સલામત રહેશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)