
આવું થવા પાછળનું એક કારણ હોઈ શકે છે અને તે એ છે કે જૂનથી નિફ્ટી દર મહિને સતત નવી ઊંચી સપાટી બનાવી રહ્યો છે અને ખૂબ જ ઉપર ગયો છે. તેથી આ મહિને સુધારાનું વાતાવરણ બની શકે છે.

બીજી વસ્તુ - જો આપણે વર્ષ 2011 ના માસિક ચાર્ટ પર નજર કરીએ તો, બજાર સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં નકારાત્મક રહે છે. 2011 થી 2023 સુધીના 13 વર્ષમાં નિફ્ટી સપ્ટેમ્બર મહિનામાં માત્ર 5 વખત લીલા નિશાનમાં બંધ થયો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.