શેરબજારમાં કમાણીની ‘સુવર્ણ તક’… આ કંપની આપશે પ્રતિ શેર ₹506 નું તગડું ડિવિડન્ડ, જાણી લો ‘છેલ્લી તારીખ’

શેરબજારમાં અત્યારે ક્વાર્ટરના પરિણામોની મોસમ શરૂ થઈ ચૂકી છે, જેની સાથે જ લિસ્ટેડ કંપનીઓ પોતાના રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી રહી છે. આ દરમિયાન માર્કેટમાં મોટું ડિવિડન્ડ આપવા માટે એક જાણીતી કંપનીએ પોતાના શેરધારકો માટે એક બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેના માટેની રેકોર્ડ ડેટ પણ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે.

| Updated on: Jul 07, 2026 | 6:09 PM
1 / 5
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરની શરૂઆત સાથે જ ઘરેલું શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓએ પ્રથમ ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. નાણાકીય પરિણામો જાહેર કરવાની સાથે કંપનીઓ પોતાના શેરધારકો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરશે. આ દરમિયાન, જે કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી હતી, તેમની રેકોર્ડ ડેટ હવે ઘણી નજીક આવી ગઈ છે.

2 / 5
આ બધા વચ્ચે હવે 3M India પોતાના રોકાણકારોને પ્રતિ શેર 506 રૂપિયાનું બમ્પર ડિવિડન્ડ આપવા જઈ રહી છે. જણાવી દઈએ કે, 3M India પોતાના શેરધારકોને મોટું ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે. 3M India દ્વારા આપવામાં આવનારા આ 506 રૂપિયાના ડિવિડન્ડમાં 160 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ અને 346 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ જોડાયેલ છે.

3 / 5
506 રૂપિયાના આ બમ્પર ડિવિડન્ડની ચુકવણી માટે શુક્રવાર, 17 જુલાઈના રોજ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. જો કે, ડિવિડન્ડની ચુકવણી અંગે કંપનીની ઓગસ્ટમાં યોજાનારી 39મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકોની મંજૂરી મળવી જરૂરી છે. શેરધારકોની મંજૂરી મળ્યા બાદ, AGMની તારીખથી 30 દિવસની અંદર ડિવિડન્ડની ચુકવણી કરી દેવામાં આવશે.

4 / 5
કંપનીના શેર શુક્રવાર, 17 જુલાઈના રોજ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. જણાવી દઈએ કે, જે દિવસે કોઈ કંપનીના શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરે છે, તે દિવસે ખરીદવામાં આવેલા નવા શેર પર ડિવિડન્ડનો લાભ મળતો નથી. જો કોઈ રોકાણકારને ડિવિડન્ડનો લાભ જોઈતો હોય, તો તેણે રેકોર્ડ ડેટના એક દિવસ પહેલા જ શેર ખરીદવાના હોય છે. સરળ ભાષામાં સમજીએ તો, તમારી પાસે 3M India દ્વારા આપવામાં આવનારા ડિવિડન્ડનો લાભ મેળવવા માટે 16 જુલાઈ સુધીનો સમય છે.

5 / 5
મંગળવાર, 7 જુલાઈના રોજ BSE પર 3M India શેર 35,260.00 રૂપિયા પર થઈ રહ્યા હતા. BSE પર 3M Indiaના શેરનો 52 સપ્તાહનો લો (Low) 28,747.30 રૂપિયા છે, જ્યારે તેનો 52 સપ્તાહનો હાઈ 38,300.00 રૂપિયા છે.

Follow Us