એક જ ઝાટકે ડબલ ફાયદો! 11 વર્ષની લાંબી રાહનો આવ્યો અંત, આ કંપની આપશે ‘બોનસ શેર’ અને ‘ડિવિડન્ડ’

IT સેક્ટરની એક દિગ્ગજ કંપનીએ પોતાના રોકાણકારો માટે એક ખૂબ જ મોટી જાહેરાત કરી છે. કંપનીએ પોતાના ત્રિમાસિક પરિણામોની સાથે જ 11 વર્ષની લાંબી રાહ બાદ શેરધારકો માટે ફ્રી બોનસ શેર અને તગડા ડિવિડન્ડની ધમાકેદાર ભેટ આપી છે. બસ આના લીધે આ સ્ટોક પર રોકાણકારોની નજર ટકેલી છે.

| Updated on: Oct 16, 2026 | 9:15 PM
1 / 7
શેરબજારમાં હાલમાં કમાણીની સીઝન ચાલી રહી છે. શેરબજારમાં લિસ્ટ થયેલી કંપનીઓ નાણાકીય વર્ષ 2027 ના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2026 ત્રિમાસિક ગાળા માટે પોતાના પરિણામો રજૂ કરી રહી છે. આ સાથે જ કેટલીક કંપનીઓ કોર્પોરેટ એક્શનની પણ જાહેરાત કરી રહી છે, જેમાં ડિવિડન્ડ, બોનસ શેર ઈશ્યૂ અને સ્ટોક સ્પ્લિટ જોડાયેલ છે.

2 / 7
આ જ ક્રમમાં ગુરુવાર, 15 ઓક્ટોબરે IT સેક્ટરની અગ્રણી કંપની ટેક મહિન્દ્રા (Tech Mahindra) એ પણ પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા. આ સાથે જ કંપનીએ પોતાના શેરધારકો માટે વચગાળાના ડિવિડન્ડ અને બોનસ શેર ઈશ્યૂને પણ મંજૂરી આપી છે. કંપનીએ લાંબા સમય પછી બોનસ શેરની જાહેરાત કરી છે, જેના કારણે રોકાણકારોની નજર આ સ્ટોક પર ટકેલી છે.

3 / 7
ટેક મહિન્દ્રાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2027 માટે પોતાના શેરધારકોને 5 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા પ્રત્યેક ઈક્વિટી શેર પર 3000 ટકા અથવા 15 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ સાથે જ બોર્ડે 11 વર્ષ પછી 1:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂના પ્રસ્તાવને પણ લીલી ઝંડી આપી છે.

4 / 7
આવી સ્થિતિમાં શેરધારકોને વર્તમાન 5 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર 1 શેર મફતમાં આપવામાં આવશે. જો કે, આ પ્રસ્તાવ હજુ શેરધારકોની મંજૂરીને આધીન છે. આ માટેની રેકોર્ડ ડેટ અલગથી જાહેર કરવામાં આવશે.

5 / 7
કંપનીએ પોતાના વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 23 ઓક્ટોબર 2026 નક્કી કરી છે. તેની ચુકવણી 13 નવેમ્બર 2026 અથવા તો તે પહેલાં કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં ડિવિડન્ડનો લાભ મેળવવા ઈચ્છતા રોકાણકારો પાસે ગુરુવાર, 22 ઓક્ટોબર 2026 સુધી શેર ખરીદવાની તક છે.

6 / 7
વાસ્તવમાં, ભારતીય બજારમાં T+1 સેટલમેન્ટ સ્ટ્રક્ચર લાગુ હોવાના કારણે ખરીદેલા શેર આગામી કામકાજના દિવસે ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થાય છે. આથી, રેકોર્ડ ડેટ સુધી ડીમેટ એકાઉન્ટમાં શેર રાખવા માટે એક દિવસ પહેલા સુધી જ રોકાણ કરી શકાય છે.

7 / 7
ટેક મહિન્દ્રા પાસે પોતાના શેરધારકોને ડિવિડન્ડ વહેંચવાનો સારો ટ્રેક રેકોર્ડ છે. આ પહેલા કંપનીએ પોતાના શેરધારકોને પ્રતિ શેર 36 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ પેઆઉટ હતું. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ પ્રતિ શેર 168 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તેમાં ઓક્ટોબર 2024 અને 2025માં આપવામાં આવેલા 15-15 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે.

Follow Us
Loading...
Unable to load recommendations.