
IPO ની બાબતમાં વર્ષ 2024 અને 2025 વ્યસ્ત વર્ષ હશે. આ બે વર્ષ દરમિયાન 10 ટેક કંપની તેના ઈશ્યુ લાવી શકે છે. આ ઉપરાંત બે કે ત્રણ બહુરાષ્ટ્રીય કંપનીઓની સ્થાનિક કંપનીઓ IPO માર્કેટમાં આવી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેની બે કંપનીઓનો IPO લાવી શકે છે. તેમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો સમાવેશ થાય છે.

જો ટાટા ગૃપની વાત કરીએ તો ટાટા સન્સ તેના નાણાકીય સેવાઓ એકમનો આઈપીઓ લાવી શકે છે. RBI દ્વારા ટાટા ગ્રૂપને વર્ષ 2025 પહેલા તેની ફાઈનાન્સિયલ કંપનીને લિસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયાની ઓટો કંપની હ્યુન્ડાઈ મોટર પણ તેના ભારતીય બિઝનેસને લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.