શેરબજારમાં 1 શેર પર 100નું રૂપિયાનું મળશે Dividend, આ કંપની રોકાણકારોને 1 શેર પર આપશે 4 મફત શેર, જાણો રેકોર્ડ ડેટ

|

Jul 06, 2024 | 7:47 PM

છેલ્લા એક વર્ષ દરમિયાન શેરબજારમાં Kaycee industries ના શેરના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. કંપની એક શેર પર 100 રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

1 / 6
શેરબજારમાં ગઈકાલે એટલે કે શુક્રવારે, કેસી ઈન્ડસ્ટ્રીઝના શેર એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ સાથે ટ્રેડ થયા હતા. આ પેની સ્ટોકના શેર ગઈકાલે એટલે કે 5 જુલાઈના રોજ 2 ટકાની અપર સર્કિટ પર પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, કંપની પ્રથમ વખત રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે.

2 / 6
કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં કહ્યું હતું કે 100 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને 10 ટુકડાઓમાં વહેંચવામાં આવશે. આ શેરના વિભાજન પછી, કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ રૂપિયા 10 થઈ ગઈ. તે જ સમયે, કંપની દરેક શેર માટે 4 બોનસ શેર પણ આપશે.

3 / 6
બોનસ શેર અને શેરની ફાળવણી માટેની રેકોર્ડ તારીખ 5 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. હવે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેમને તેનો ફાયદો થશે.

4 / 6
કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. 28 મેના રોજ, કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે 31 માર્ચે પૂરા થતા દરેક નાણાકીય વર્ષ માટે એક શેર પર 60 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. કંપની દરેક શેર પર 40 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ પણ આપી રહી છે. એટલે કે લાયકાત ધરાવતા રોકાણકારોને દરેક શેર પર રૂપિયા 100 નો નફો મળશે. તમને જણાવી દઈએ કે, કેસી ઈન્ડસ્ટ્રીઝે આ ડિવિડન્ડ માટે 9 ઓગસ્ટના રોજ રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

5 / 6
શુક્રવારે 2 ટકાની અપર સર્કિટને ટચ કર્યા બાદ BSEમાં કંપનીના શેરની કિંમત રૂપિયા 1365.50ના સ્તરે બંધ થઈ હતી. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 470 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, 6 મહિના સુધી સ્ટોક રાખનારા રોકાણકારોને અત્યાર સુધીમાં 217 ટકા નફો થયો છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 7:45 pm, Sat, 6 July 24

Next Photo Gallery