આ પછી, સેન્સેક્સ ઇન્ટ્રા-ડે લોમાંથી 1,295 પોઈન્ટ વધીને 83,347ની ટોચે પહોંચ્યો હતો, જ્યારે વ્યાપક નિફ્ટી તેની નીચી સપાટીથી 378 પોઈન્ટ વધીને 25,472.65ની દિવસની ટોચે પહોંચ્યો હતો. પરંતુ ટ્રેડિંગના છેલ્લા તબક્કા દરમિયાન, ભારતીય સૂચકાંકો ફરીથી લાલમાં ગયા. સેન્સેક્સ દિવસની સર્વોચ્ચ સપાટીથી 1,835.64 પોઈન્ટ ઘટીને 81,532.68 પર જ્યારે નિફ્ટી 518.25 પોઈન્ટ ઘટીને 24,966.8ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.