3 શેર પર મળશે 1 શેર ફ્રી! 20 વર્ષ બાદ બોનસ શેર આપવા જઈ રહી છે આ કંપની, 3 વર્ષમાં આપ્યું ‘જોરદાર રિટર્ન’

જ્વેલરી સેક્ટરની જાણીતી કંપનીએ તેના શેરધારકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. કંપની તેના રોકાણકારોને ખુશ કરતા ટૂંક સમયમાં બોનસ શેરની ભેટ આપવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે, કંપની પૂરા 20 વર્ષના લાંબા ગાળા પછી આ પ્રકારનો મોટો નિર્ણય લઈ રહી છે, જેને કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

| Updated on: Jul 04, 2026 | 7:40 PM
1 / 5
જ્વેલરી સેક્ટરની કંપની ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ Bonus Share વહેંચવાની છે. શેરધારકોને તેમની પાસે રહેલા દરેક 3 શેર પર 1 નવો શેર બોનસ તરીકે મળશે. આની રેકોર્ડ ડેટ 10 જુલાઈ 2026 છે. આ તારીખના એક દિવસ પહેલા માર્કેટ બંધ થવા સુધી, જે લોકોના નામ શેરના લાભાર્થી માલિકો તરીકે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યા હશે, તેઓ બોનસ શેર માટે હકદાર બનશે.

2 / 5
આ બોનસ ઇશ્યૂની જાહેરાત મે મહિનામાં કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, કંપનીના શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ 20 વર્ષના લાંબા ગાળા પછી બોનસ શેર આપવા જઈ રહી છે. આ પહેલા તેણે વર્ષ 2002 અને વર્ષ 2005 માં બોનસ શેર વહેંચ્યા હતા. બંને વખતે શેરધારકોને તેમની પાસે રહેલા દરેક 1 શેર પર 1 નવો શેર બોનસ તરીકે મળ્યો હતો.

3 / 5
ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ ડાયમંડ જ્વેલરી બનાવે છે અને તેની નિકાસ (એક્સપોર્ટ) કરે છે. તે રિટેલર્સ માટે ફુલ્લી ઇન્ટિગ્રેટેડ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર પાર્ટનર છે. તેની પ્રોડક્ટ્સમાં ડાયમંડ રિંગ્સ, ઇયરિંગ્સ, પેન્ડન્ટ્સ અને નેકલેસનો સમાવેશ થાય છે. ગોલ્ડિયમ ઇન્ટરનેશનલના શેરની BSE પર વર્તમાન કિંમત 480.65 રૂપિયા છે. તે 3 મહિનામાં લગભગ 65 ટકા વધ્યો છે.

4 / 5
2 વર્ષમાં શેરની કિંમત 190 ટકા અને 3 વર્ષમાં 270 ટકા મજબૂત થઈ છે. આ શેર BSE 1000 ઇન્ડેક્સનો હિસ્સો છે. કંપનીમાં માર્ચ 2026ના અંત સુધીમાં પ્રમોટર્સ પાસે 58.51 ટકા હિસ્સો હતો. ગોલ્ડિયમ ઇન્ટરનેશનલનું માર્કેટ કેપ 5400 કરોડ રૂપિયાથી વધુ છે. BSE પર શેરની 52 સપ્તાહની એડજસ્ટેડ હાઈ સપાટી 507 રૂપિયા અને એડજસ્ટેડ લો (Low) સપાટી 264.65 રૂપિયા છે.

5 / 5
ગોલ્ડિયમ ઇન્ટરનેશનલની જાન્યુઆરી-માર્ચ 2026ના ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન બેઝિસ પર આવક (રેવેન્યુ) 151.40 કરોડ રૂપિયા રહી હતી. આ સમયગાળા દરમિયાન શુદ્ધ નફો (નેટ પ્રોફિટ) 17.33 કરોડ રૂપિયા નોંધાયો હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2026 દરમિયાન કંપનીની સ્ટેન્ડઅલોન આવક 529.57 કરોડ રૂપિયા અને શુદ્ધ નફો 50.55 કરોડ રૂપિયા રહ્યો હતો.

Follow Us