
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપે રૂપિયા 20 હજાર કરોડના જાયન્ટ IPOની યોજનાઓ અટકાવી દીધી હતી. રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર એકાઉન્ટિંગ ફ્રોડ અને સ્ટોક મેનીપ્યુલેશન જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

અદાણી એનર્જીની ક્યુઆઈપીની સફળતા સાથે, હવે અદાણી એન્ટરપ્રાઈઝીસે પણ બજારમાંથી લગભગ રૂપિયા 600 કરોડ એકત્ર કરવાની તેની યોજનાને વેગ આપવાનું શરૂ કર્યું છે. આ સફળ QIP દર્શાવે છે કે અદાણી ગ્રુપમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે. અદાણી વિલ્મર આ નાણાંનો ઉપયોગ તેના ખાદ્ય તેલના બિઝનેસ અને સૌર ઉર્જા ક્ષમતાના વિસ્તરણ માટે કરશે.અદાણી એન્ટરપ્રાઈઝીસનો શેર પણ બુધવારે 1.25% વધીને 3,168.00 પર બંધ થયો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 5:03 pm, Wed, 31 July 24