ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 2.45 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.45 ટકા, નિફ્ટી રિયલ્ટી 1.43 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 1.11 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 2.18 ટકા, નિફ્ટી ફાર્મા 0.07 ટકા, નિફ્ટી મેટલ 2.35 ટકા, નિફ્ટી મીડિયા 1.64 ટકા, નિફ્ટી આઇટીમાં 0.21 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.32 ટકા, નિફ્ટી ઓટો 2.11 ટકા અને નિફ્ટી બેન્ક 1.31 ટકા ઘટાડો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી એફએમસીજીમાં 0.93 ટકા અને નિફ્ટી હેલ્થકેરમાં 0.34 ટકાનો વધારો નોંધાયો છે.