
શેરબજારમાં જોવા મળી રહેલી વધ-ઘટ વચ્ચે નિષ્ણાતો દ્વારા 5 પસંદગીના શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. કેટલીક બ્રોકરેજ ફર્મ્સનું કહેવું છે કે, આ સ્ટોક્સમાં 18% થી લઈને 32% સુધીનું રિટર્ન મળશે, તેવો અંદાજ છે.

બ્રોકરેજ ફર્મ એક્સિસ ડાયરેક્ટે V-Mart Retail Ltd ના શેર પર ‘Buy’ (ખરીદી) ની સલાહ આપી છે અને રિટેલ સેક્ટરમાં સૌથી વધુ ભરોસાપાત્ર સ્ટોક ગણાવ્યો છે. બ્રોકરેજ દ્વારા વી-માર્ટના શેર માટે 760 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે, જે ગુરુવારના 578 રૂપિયાના બંધ ભાવની સરખામણીએ અંદાજે 182 રૂપિયા અથવા લગભગ 31% નો સંભવિત ઉછાળો દર્શાવે છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ Reliance Industries Ltd પર પોતાનો ભરોસો વ્યક્ત કરતા તેને પોતાની 'ટોપ પિક' લિસ્ટમાં એડ (Add) કરેલ છે. બ્રોકરેજે આ સ્ટોક પર ‘ઓવરવેઈટ’ રેટિંગ જાળવી રાખ્યું છે અને 1,803 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરી છે, જે ગુરુવારના બંધ ભાવથી અંદાજે 28 ટકાનો સંભવિત ઉછાળો દર્શાવે છે.

બીજી તરફ, મોર્ગન સ્ટેનલીએ Tata Consultancy Services Ltd (TCS) પર પણ પોતાનું ‘ઓવરવેઈટ’ રેટિંગ જાળવી રાખ્યું છે અને શેર માટે 3,540 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરેલ છે, જે તેના 2,675 રૂપિયાના પાછલા બંધ ભાવની સરખામણીએ 32% થી વધુ ઉછાળાની સંભાવના દર્શાવે છે.

મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી આઈવેર કંપની Lenskart Solutions Ltd ના શેર બીજી રિટેલ કંપનીઓની સરખામણીએ મોંઘા માનવામાં આવે છે. એવામાં બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના વિશ્લેષકોનું કહેવું છે કે, કંપનીની મજબૂત ગ્રોથની સંભાવનાઓને જોતા આ વેલ્યુએશન યોગ્ય છે. લેન્સકાર્ટનું માર્કેટ કેપ ₹83,000 કરોડથી વધુ છે અને મોતીલાલ ઓસવાલે આ શેર માટે ₹600 ની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરેલ છે. ટૂંકમાં, આ શેરમાં અંદાજે 27% સુધીનો સંભવિત વધારો જોવા મળી રહ્યો છે.

બ્રોકરેજ ફર્મ ઇન્વેસ્ટેકે JSW Cement Ltd ના શેરને ‘Buy’ રેટિંગ સાથે કવર કરવાનું શરૂ કર્યું છે અને શેર માટે 146 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરેલ છે, જે ગુરુવારના ₹123.15 ના ભાવ સામે અંદાજે 18.5% નો ઉછાળો સૂચવે છે.