બજેટના દિવસે ડિફેન્સ સેક્ટરની કંપનીઓ પર રહેશે નજર, શેરના ભાવમાં થશે વધારો?

|

Jan 31, 2024 | 5:47 PM

ડિફેન્સ સેક્ટરની કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોને ટૂંકા ગાળામાં સમૃદ્ધ બનાવ્યા છે. નિષ્ણાતોના મતે જો બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે ફાળવણી વધારવામાં આવે છે, તો કંપનીના શેર્સમાં વધારો ચાલુ રહી શકે છે. આ સાથે જ તેની અસર શેરબજાર પર પણ જોવા મળશે.

1 / 5
ડિફેન્સ સેક્ટરની કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોને ટૂંકા ગાળામાં સમૃદ્ધ બનાવ્યા છે. નિષ્ણાતોના મતે જો બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે ફાળવણી વધારવામાં આવે છે, તો કંપનીના શેર્સમાં વધારો ચાલુ રહી શકે છે. આ સાથે જ તેની અસર શેરબજાર પર પણ જોવા મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.

2 / 5
નિષ્ણાતો માને છે કે HAL, BEL, ડેટા પેટર્ન જેવી કંપનીઓને સરકારના નિર્ણયથી ફાયદો થયો છે. જો આપણે HAL ની ઓર્ડર બુકની વાત કરીએ તો તે 80,000 કરોડ રૂપિયાની આસપાસ છે. HAL ના શેરે 1 વર્ષમાં રોકાણકારોને 135 ટકાનું રિટર્ન આપ્યું છે. આજે 31 જાન્યુઆરીના રોજ શેર 3006.15 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં તે વધીને 2.4 લાખ કરોડ રૂપિયા થશે.

3 / 5
ભારત ડાયનેમિક્સએ તેના પ્લાન્ટને આધુનિક બનાવવા માટે આશરે 120 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં BDL ની ઓર્ડર બુક 166 કરોડ રૂપિયા હતી. આજે ભારત ડાયનેમિક્સનો શેર 1714.55 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરના ભાવમાં 769.20 રૂપિયાનો વધારો થયો છે. શેરે 81 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
BEL એ તેના પ્લાન્ટના આધુનિકીકરણ માટે પણ રૂ. 540 કરોડનો ખર્ચ કર્યો છે. આજે 31 જાન્યુઆરીના રોજ શેર 186.25 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેરના ભાવમાં 95.30 રૂપિયાનો વધારો થયો છે તે મૂજબ શેરે 1 વર્ષ દરમિયાન 104 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલૉજીસના શેરના ભાવ આજે 3.48 ટકાના વધારા સાથે 812 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. શેર 1 મહિનામાં 7.43 ટકા અથવા 56.15 રૂપિયા વધ્યો છે. 6 મહિનામાં 19.71 ટકા વધ્યો છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો 53.89 ટકા અથવા 284.35 રૂપિયાનું વળતર આપ્યું છે.

Next Photo Gallery