Berger Paints India Ltd : બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ એ કોલકાતા સ્થિત એક ભારતીય બહુરાષ્ટ્રીય પેઇન્ટ કંપની છે. આ કંપની ભારતમાં 16, નેપાળમાં 2 અને પોલેન્ડ અને રશિયામાં 1-1 ઉત્પાદન એકમો ધરાવે છે. તેના હાવડા, રિશ્રા, અરિન્સો, તલોજા, નાલતોલી, ગોવા, દેવલા, હિન્દુપુર, જેજુરી, જમ્મુ, પુડુચેરી અને આણંદ ખાતે ઉત્પાદન એકમો છે. આ કંપનીના શેર ગુરુવારે 597.20 પર બંધ થયા હતા.