
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવા તેમજ શાંતિ સમજૂતીના સમાચારથી સ્થાનિક શેરબજારમાં સારી રિકવરી જોવા મળી. આ દરમિયાન Nomura, Jefferies, JM Financial, Ambit Capital, Kotak Securities, Motilal Oswal અને Nuvama Institutional Equities જેવી મોટી બ્રોકરેજ ફર્મે કેટલાક શેર્સ પર ભરોસો વ્યક્ત કર્યો છે.

JM Financial એ Suzlon Energy પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે શેર માટે 65 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. ટૂંકમાં શેરમાં આશરે 18% સુધીનો ઉછાળો આવી શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીનો AMS બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. Suzlon નો લક્ષ્યાંક FY31 સુધીમાં પોતાના મેનેજમેન્ટ હેઠળના પ્રોજેક્ટ્સને 18 GW થી વધારીને 70 GW થી વધુ કરવાનો છે. આમાં વિન્ડ, સોલાર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ જોડાયેલ હશે. જો કંપની આ લક્ષ્યાંક હાંસલ કરે છે, તો કમાણીમાં મોટો વધારો થઈ શકે છે.

Motilal Oswal એ TBO Tek પર પોતાનું 'Buy' રેટિંગ દોહરાવ્યું છે. બ્રોકરેજે 1,765 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. વર્તમાન ભાવ1,496 રૂપિયાની સરખામણીએ શેરમાં આશરે 18% સુધી ઉછાળાની આશા છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં તેજી પાછી આવી રહી છે. વધુ ટ્રાવેલ એજન્ટ અને બિઝનેસ ગ્રાહકો કંપનીના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. બ્રોકરેજનું માનવું છે કે, આનાથી કંપનીનો બિઝનેસ ઝડપથી વધી શકે છે. FY26 થી FY28 વચ્ચે GTV માં આશરે 23% જેટલો વાર્ષિક વૃદ્ધિનો અંદાજ છે.

Nomura એ Tata Steel પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે અને 240 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જો અંદાજ સાચો પડશે, તો રોકાણકારોને આશરે 22% સુધીનો રિટર્ન મળી શકે છે. Tata Steel માટે કોકિંગ કોલસાની કિંમતો ખૂબ મહત્વની રહે છે. સારી વાત એ છે કે, ચીનમાં કોલસાનો સપ્લાય સુધરી રહ્યો છે. આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં મોટો ઉછાળો આવવાની આશંકા ઓછી છે. જો આવું થશે, તો કંપનીનો ખર્ચ કાબૂમાં રહી શકે છે અને કમાણીને સપોર્ટ મળી શકે છે.

Kotak Institutional Equities એ Vedanta Aluminium પર 'Buy' રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. બ્રોકરેજે 600 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ સંકેત આપે છે કે, શેરમાં આશરે 30% સુધીની તેજી જોવા મળી શકે છે. Vedanta ના ડીમર્જર પછી સૌથી વધુ ચર્ચા આ જ કંપનીની થઈ રહી છે. બીજું કે, એલ્યુમિનિયમની માંગ વધી રહી છે. કંપનીનો નફો સુધરી રહ્યો છે અને દેવું પણ ઓછું થઈ રહ્યું છે. આ જ કારણ છે કે, ઘણી બ્રોકરેજ આ શેર પર બુલિશ છે.

Motilal Oswal એ આઈટી કંપની Coforge પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે 1,900 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. વર્તમાન ભાવથી શેરમાં આશરે 30% સુધીનો દમ દેખાઈ રહ્યો છે. તાજેતરમાં યોજાયેલા Analyst Day પછી કંપની પર બ્રોકરેજનો ભરોસો વધુ મજબૂત થયો છે. મેનેજમેન્ટ FY30 સુધીમાં રેવેન્યુ (Revenue) ને વધારીને આશરે 5 અબજ ડોલર સુધી પહોંચાડવા માંગે છે. કંપની મોટા ગ્રાહકો પર વધુ ફોકસ કરી રહી છે. નવા કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે અને જરૂર પડ્યે એક્વિઝિશન (અધિગ્રહણ) પણ કરી રહી છે. આનાથી બિઝનેસની રફતાર ઝડપી રહી શકે છે.

Nuvama એ Tata Motors Passenger Vehicles પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે 470 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આમ જોવા જઈએ તો, રોકાણકારોને આશરે 30% સુધીનો ફાયદો મળી શકે છે. ICICI Securities એ Lemon Tree Hotels પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે અને 156 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. વર્તમાન ભાવ 113.34 રૂપિયાની સરખામણીએ શેરમાં આશરે 38% સુધીની તેજી જોવા મળી શકે છે.

Nuvama એ HUL પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે 3,090 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. વર્તમાન સ્તરથી શેર 40% સુધીની છલાંગ લગાવી શકે છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં કંપનીની ગ્રોથ વધુ સારી થઈ છે. HUL સતત નવા અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. બીજું કે, તેનું ઓનલાઇન વેચાણ વધી રહ્યું છે. આ સિવાય D2C બ્રાન્ડ્સ તરફથી પણ બિઝનેસમાં સારું યોગદાન મળવા લાગ્યું છે.

Nomura એ HCL Technologies પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે 1600 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ આઈટી સ્ટોકમાં વર્તમાન સ્તરથી આશરે 41% જેટલો ઉછાળો આવવાની આશા છે. Emkay એ Pine Labs પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે અને 225 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. વર્તમાન ભાવ 152.7 રૂપિયાની સરખામણીએ શેરમાં આશરે 47% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.