ભૂલથી પણ વેચવાની વાત ના કરતાં ! ‘ઓલ ટાઈમ હાઈ’ પર પહોંચ્યો આ ‘શેર’, એક્સપર્ટે ખરીદવાની સલાહ આપી

શેરબજારમાં અત્યારે સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે એક ખાસ શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. આ શેર તેની ઓલ-ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતો પણ આ સ્ટોક પર ખૂબ જ પોઝિટિવ છે અને તેને વેચવાને બદલે હજુ વધુ ખરીદવાની સલાહ આપી રહ્યા છે.

| Updated on: Apr 10, 2026 | 7:13 PM
1 / 5
ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મના શેરમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી અને તે BSE પર લગભગ 6 ટકા ઉછળીને 52 સપ્તાહની ઊંચી સપાટી 198 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ તેજી એવા સમયે આવી છે, જ્યારે બજારમાં એકંદરે સકારાત્મક માહોલ બનેલો છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરમાં 18 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. ભારે ટ્રેડિંગ વોલ્યુમ સાથે કંપનીના શેર બપોરે 12:22 વાગ્યે BSE ઉપર 10.15 રૂપિયા એટલે કે 5.44 ટકા વધીને 196.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. NSE અને BSE પર કુલ મળીને 3 કરોડ ઇક્વિટી શેરનું ટ્રાન્ઝેક્શન થયું હતું.

2 / 5
શેરમાં રહેલ તેજી વચ્ચે એનાલિસ્ટ્સે ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પર પોઝિટિવ આઉટલુક આપ્યું છે. તેમનું કહેવું છે કે, 'ગ્રો'નો સ્ટોક બુલિશ ટ્રેન્ડ દર્શાવી રહ્યો છે અને હાલમાં તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીની નજીક ટ્રેડ કરી રહ્યો છે. એક્સિસ સિક્યોરિટીઝના એસવીપી (ટેકનિકલ) રાજેશ પાલવિયાએ જણાવ્યું હતું કે, ગ્રોનો શેર તેજીના વલણમાં છે અને હાલમાં તેની ઓલ-ટાઈમ હાઈની નજીક કારોબાર કરી રહ્યો છે.

3 / 5
આ શેરે તાજેતરના કન્સોલિડેશન રેન્જમાંથી બ્રેકઆઉટ આપ્યું છે. એવામાં જ્યાં સુધી તે 185 રૂપિયાની ઉપર જળવાઈ રહેશે, ત્યાં સુધી નજીકના ગાળામાં 220 રૂપિયા સુધી જવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા તમામ શેર સારું પ્રદર્શન કરી રહ્યા છે.

4 / 5
વિશ્લેષકના જણાવ્યા મુજબ, "વર્તમાન સકારાત્મક વલણનો ફાયદો નજીકના ગાળામાં કેપિટલ માર્કેટના શેરને મળતો રહી શકે છે. 'ગ્રો'ના સ્ટોક પર સલાહ છે કે, રોકાણકારો આ શેર ખરીદે અને જમા કરે, 220 રૂપિયાનો લક્ષ્યાંક રાખે તેમજ 180 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવે."

5 / 5
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ઇક્વિટી ટેકનિકલ રિસર્ચ હેડ રુચિત જૈને જણાવ્યું હતું કે, નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જેની આગેવાની એક્સચેન્જ અને બ્રોકિંગ શેર્સમાં ખરીદી દ્વારા થઈ રહી છે. તેમણે કહ્યું કે, "ગ્રોએ ડેઈલી ચાર્ટ પર વધતા વોલ્યુમ સાથે કન્સોલિડેશન બ્રેકઆઉટ આપ્યું છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ઇન્ડિકેટર પણ પોઝિટિવ ક્રોસઓવર દર્શાવી રહ્યું છે, જે તેજીના વલણની પુષ્ટિ કરે છે. શોર્ટ ટર્મમાં આ શેર 212 રૂપિયા સુધી જઈ શકે છે, તેથી આના પર અમારો દ્રષ્ટિકોણ સકારાત્મક છે."

Follow Us