
PSU બેંક ચાર્ટ પર Rise from bottom ની સ્થિતિ જે છેલ્લા 27મી ફેબ્રુઆરી 2023ના રોજ રચાઈ હતી, એટલે કે, હવે તે નીચેથી પાછું ઉપર આવવાનું શરૂ થયું છે.

Rise from bottom ની સ્થિતિનો સ્પષ્ટ મતલબ એ છે કે PSU બેન્કોના તમામ શેર હવે ઉપર તરફ વધશે. અને જ્યારે PSU બેન્કોના શેર વધશે ત્યારે બેન્ક નિફ્ટી પણ વધશે.

ભારતમાં PSU બેંક શેરો જાહેર ક્ષેત્રની બેંકોનો સંદર્ભ આપે છે, જે સરકારની માલિકીની નાણાકીય સંસ્થાઓ છે. આ બેંકો, જેમ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB), સ્થિરતા માટે જાણીતી છે પરંતુ ઘણીવાર બિન-કાર્યકારી સંપત્તિ જેવા પડકારોનો સામનો કરે છે. સરકારી નીતિઓ અને આર્થિક સ્થિતિ PSU બેંક શેરોમાં રોકાણને અસર કરી શકે છે.

બેંક નિફ્ટી પણ ઉછાળા માટે તૈયાર છે. આગામી બે સપ્તાહમાં બેન્ક નિફ્ટી લગભગ 1 હજારથી 1500 પોઈન્ટ સુધી વધી શકે છે. 14મી ઓગસ્ટ 2024થી બેન્ક નિફ્ટીએ ચાર્ટ પર તળિયેથી વધવાનું શરૂ કર્યું છે.

બેંક નિફ્ટીનું આ બોટમ લેવલ છેલ્લે 30મી જાન્યુઆરી 2024ના રોજ રચાયું હતું અને ત્યાંથી તે વધીને 8000 પોઈન્ટ્સ થયું હતું. હવે તે ઝડપથી ઓછામાં ઓછા 55000 રૂપિયાના માઇલસ્ટોન સુધી પહોંચી જશે. Rise from bottom ના ઇન્ડિકેટર અનુસાર હવે આ PSU બેંક અને બેંક નિફ્ટી મોટા ઉછાળા સાથે આગળ વધશે. એટેલે કે હવે આ તમામ સ્ટોકમાં રોકાણકારોને મોટી કમાણી થશે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 10:38 am, Sat, 24 August 24