
જો તમે સ્ટીલ સેક્ટરના શેર્સ પર નજર રાખતા હોવ, તો આગામી સમયમાં ટાટા ગ્રુપનો આ શેર રોકાણકારોની વૉચલિસ્ટમાં રહી શકે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આશરે 20,000 કરોડ રૂપિયાના કેપિટલ એક્સપેન્ડિચર (કેપેક્સ) નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપનીનું માનવું છે કે, આ રોકાણથી ઉત્પાદન ક્ષમતા વધારવા, નવી ટેકનોલોજી અપનાવવા અને ભારતમાં બિઝનેસના વિસ્તરણને વેગ મળશે. આવા સમયમાં લાંબાગાળાના પરિપ્રેક્ષ્યમાં (Perspective) આ પગલું કંપનીની ગ્રોથ સ્ટ્રેટેજીને વધુ મજબૂત બનાવી શકે છે.

શેરબજારમાં તેજીના કારણો : સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં મજબૂત તેજી પાછળના કારણો અંગે, ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડાને કારણે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો. વધુમાં, એશિયન બજારોના સંકેતો મિશ્ર હતા; જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયાના બજારોમાં ઘટાડો જોવા મળ્યો, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ અને યુકેનો FTSE-100 લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા.

કંપનીના જણાવ્યા અનુસાર, આ કેપેક્સનો ઉપયોગ કેટલીક મહત્વપૂર્ણ પરિયોજનાઓમાં કરવામાં આવશે. આમાં ટિનપ્લેટ અને વાયર્સ બિઝનેસનું વિસ્તરણ, તારાપુર સ્થિત HRPGL પરિયોજના, જમશેદપુર કોક ઓવન્સ પ્રોજેક્ટ, માઇનિંગ બિઝનેસ, સપ્લાય ચેનને મજબૂત બનાવવા અને નવી ટેકનોલોજી અપનાવવા પરનું રોકાણ પણ સમાવિષ્ટ છે. કંપની સસ્ટેનેબિલિટી અને ઓછા કાર્બન ઉત્સર્જન વાળી સ્ટીલ મેકિંગ ટેકનોલોજી પર પણ સતત રોકાણ કરી રહી છે.

Tata Steel ની વર્તમાન કન્સોલિડેટેડ સ્ટીલ મેકિંગ કેપેસિટી વાર્ષિક 36 મિલિયન ટનથી વધુ છે. આમાં ભારત, નેધરલેન્ડ અને થાઇલેન્ડની ઉત્પાદન ક્ષમતા જોડાયેલ છે. જો કે, કંપનીનો લોન્ગ ટર્મ ટાર્ગેટ તેને વધારીને વાર્ષિક 50 મિલિયન ટનથી વધુ કરવાનો છે. આ વિસ્તરણનો સૌથી મોટો હિસ્સો ભારતમાં થશે, જ્યાં કંપની 12 મિલિયન ટનથી વધુ નવી ક્ષમતા ઉમેરવાની યોજના પર કામ કરી રહી છે.

હાલમાં ભારતમાં કંપનીની કુલ સ્ટીલ મેકિંગ કેપેસિટી વાર્ષિક 27.35 મિલિયન ટન છે. વિસ્તરણ યોજનાઓ અને નવા પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ તેને વધારીને વાર્ષિક 40 મિલિયન ટન સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ ફરી એકવાર કંપનીનો શેર રોકાણકારોના રડાર પર રહી શકે છે. શુક્રવારે કંપનીનો શેર 1.13 ટકા વધીને 189 રૂપિયા પર બંધ થયો હતો. Tata Steel માં છેલ્લા એક સપ્તાહમાં તેમાં 0.73 ટકાની તેજી નોંધાઈ છે.