રોકાણકારો માટે કમાણીની નવી તક… 38% સુધી ભાગી શકે છે આ ‘શેર’, મોતીલાલ ઓસવાલે આપ્યું ‘Buy’ રેટિંગ

IPO દ્વારા રોકાણકારોને મોટો ઝટકો આપનાર એક જાણીતી કંપનીના શેરને લઈને હવે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, જાણીતી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે આ સ્ટોક પર ભરોસો વ્યક્ત કર્યો છે અને દાવો કર્યો છે કે, શેર અહીંથી 38% સુધી ઉપર ભાગી શકે છે. જૂન ત્રિમાસિકના ધમાકેદાર પરિણામો બાદ આ શેરને લઈને બજારમાં હવે ભારે ચર્ચા જાગી છે.

| Updated on: Aug 16, 2026 | 1:50 PM
1 / 5
ઇન્ટિગ્રેટેડ ડેન્ટલ પ્રોડક્ટ્સ કંપનીના શેર્સે IPO રોકાણકારોને મોટો આંચકો આપ્યો છે. ગયા વર્ષે જાન્યુઆરી 2025 માં લિસ્ટિંગના લગભગ સાત મહિના પછી 4 ઓગસ્ટ 2025 ના રોજ આઇપીઓ પ્રાઇસથી નીચે આવ્યા બાદથી રોકાણકારો નફામાં આવી શક્યા નથી. જો કે, હવે જૂન ત્રિમાસિકના ધમાકેદાર કારોબારી પરિણામો પર સ્થાનિક બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે BUY રેટિંગ જાળવી રાખ્યું છે અને આપેલા ટાર્ગેટ મુજબ વર્તમાન સ્તરથી તે 38% કરતાં વધુ ઉપર જઈ શકે છે. વર્તમાન ભાવની વાત કરીએ તો, એક કારોબારી દિવસ પહેલા 14 ઓગસ્ટે બીએસઇ પર તે 2.14% ના ઘટાડા સાથે ₹201.82 પર બંધ થયો હતો.

2 / 5
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર, લક્ષ્મી ડેન્ટલની જૂન ત્રિમાસિકમાં આવક અપેક્ષા મુજબ રહી હતી. EBITDA અને ચોખ્ખો નફો અપેક્ષા કરતાં સારો રહ્યો હતો. ઇન્ટરનેશનલ માર્કેટમાં મજબૂત કારોબાર અને અલાઇનર બિઝનેસમાં ગ્રોથ ટ્રેક પર આવવાથી કંપનીના ઓવરઓલ પર્ફોર્મન્સમાં સુધારો જોવા મળ્યો. ઇન્ટરનેશનલ માર્કેટમાં મજબૂત ઉપસ્થિતિ અને સારા કારોબારી સંબંધોના કારણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં મજબૂતી આવી. તેને કરન્સી બેનિફિટ્સથી સપોર્ટ મળ્યો.

3 / 5
બીજું કે, સ્કેનરના વેચાણ દ્વારા કંપની અહીં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે, આનાથી સારી આવક મેળવવામાં કંપનીને લગભગ 6 મહિનાથી 1 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2026 અને નાણાકીય વર્ષ 2027 ના અંદાજોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મોતીલાલ ઓસવાલને FY26-28 દરમિયાન આવકના 18% ના CAGR થી વધીને લગભગ ₹390 કરોડ, EBITDA ના 34% CAGR થી વધીને ₹78.8 કરોડ અને ચોખ્ખા નફાના 35% ના CAGRથી વધીને ₹56.7 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે. બ્રોકરેજ ફર્મે ₹280 ના ટાર્ગેટ પ્રાઇસ સાથે તેને ફરી ખરીદીની રેટિંગ આપી છે.

4 / 5
લક્ષ્મી ડેન્ટલના શેર્સ થકી રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. તેના ₹698 કરોડના IPO હેઠળ રોકાણકારોને ₹428 ના ભાવે શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરી 2025 ના રોજ બીએસઇ પર ₹528 પર લિસ્ટ થયા પછી ઉછળીને તે ₹583.70 ના હાઇ પર પહોંચી ગયો હતો એટલે કે IPO રોકાણકારો 36.38% નફામાં આવી ગયા હતા.

5 / 5
જો કે, ત્યારબાદ લક્ષ્મી ડેન્ટલ આ હાઇ લેવલ ફરી ક્યારેય સ્પર્શી શક્યો નહીં અને 15 મહિનામાં તે 73.33% તૂટીને 30 માર્ચ 2026 ના રોજ ₹155.65ના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો હતો, જે IPO પ્રાઇસથી 63.63% નીચે છે. અત્યાર સુધીમાં આ Stock 30.20% રિકવર થયો છે પરંતુ રેકોર્ડ હાઇથી હજુ પણ તે 65.28% નીચે છે, તેથી IPO રોકાણકારો હજુ પણ 52.65% ખોટમાં છે.

Follow Us
Loading...
Unable to load recommendations.