Stock Market: ગરમીમાં AC ની સાથે સાથે આ ‘શેર’ પણ ઠંડક આપશે, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેમ શેરબજારના એક એવા સ્ટોક પર નિષ્ણાતો ફિદા થયા છે કે, જે રોકાણકારોની કિસ્મત બદલી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 1 શેર ઉપર ₹2500 જેટલો નફો થઈ શકે છે.

| Updated on: Feb 23, 2026 | 8:30 PM
1 / 6
બ્રોકરેજ ફર્મ જીયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સે (Geojit Investments) કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરની કંપનીના શેર પર ‘BUY’ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. બ્રોકરેજ દ્વારા આ શેર માટે 9,156 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. આ ટાર્ગેટ મુજબ વર્તમાન લેવલથી શેરમાં આશરે 20% સુધીનો સંભવિત ઉછાળો જોવા મળી શકે છે. સોમવાર, 23 ફેબ્રુઆરીના રોજ NSE પર કંપનીનો શેર 1.3% ના વધારા સાથે 7,770 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો.

2 / 6
AC માર્કેટની આ દિગ્ગજ કંપની ભારતની સૌથી મોટી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) અને ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર (ODM) કંપની છે. રૂમ એર કન્ડિશનર (RAC) મેન્યુફેક્ચરિંગ માર્કેટમાં કંપનીનો હિસ્સો લગભગ 27% છે. જીયોજિત માને છે કે, દેશની RAC ઇન્ડસ્ટ્રી નાણાકીય વર્ષ 2026 થી 2028 વચ્ચે વાર્ષિક અંદાજે 19% ના કમ્પાઉન્ડ ગ્રોથ રેટ (CAGR) થી વધી શકે છે.

3 / 6
આ તેજી પાછળ બે મુખ્ય કારણો (વધતો વપરાશ અને ભારતમાં એર કન્ડિશનરનો ઓછો વ્યાપ) જણાવવામાં આવ્યા છે. ભારતમાં AC નો વ્યાપ માત્ર 8% છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે લગભગ 40% છે.

4 / 6
બ્રોકરેજે જણાવ્યું કે, અંબર માત્ર એર કન્ડિશનર સુધી જ મર્યાદિત નથી. કંપનીએ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (EMS) માં પણ વિસ્તાર કર્યો છે. આમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB), PCBA, રેલવે અને ડિફેન્સ સબસિસ્ટમ જેવા સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે. જીયોજિતનો અંદાજ છે કે, FY-26E થી FY-28E વચ્ચે કંપનીની કુલ આવક (Revenue) 27% CAGR ના દરે વધી શકે છે.

5 / 6
બ્રોકરેજનું માનવું છે કે, RAC માં માર્કેટ શેર વધવાથી અને ઊંચા માર્જિનવાળા PCB બિઝનેસના વિસ્તરણથી કંપનીની કમાણી તેમજ માર્જિનમાં સુધારો થઈ શકે છે. ઉનાળાની સિઝનમાં એર કન્ડિશનરની માંગ વધવાની શક્યતા પણ શેર માટે પોઝિટિવ માનવામાં આવી રહી છે.

6 / 6
એમ્બર એન્ટરપ્રાઇઝિસ ઇન્ડિયા (Amber Enterprises India) માટે 26 વિશ્લેષકો દ્વારા આપવામાં આવેલા 1-વર્ષના ભાવ અનુમાન મુજબ, આ સ્ટોક માટે સરેરાશ ટાર્ગેટ પ્રાઇસ 8,623.35 રૂપિયા રાખવામાં આવી છે, જે વર્તમાન ભાવથી 10.98% નો ઉછાળો સૂચવે છે. એનાલિસ્ટ્સના મતે આ સ્ટોક મહત્તમ 10,116.00 રૂપિયા (+30.19%) સુધી પહોંચી શકે છે, જ્યારે નીચલા સ્તરે તે 6,294.00 રૂપિયા (-19.00%) સુધી જવાની શક્યતા છે.