Gujarati NewsPhoto galleryStock Market Adani Group Gautam Adani Promoters increase stake in Adani Port good news could lead to rise share price
અદાણી પોર્ટમાં પ્રમોટર્સે વધાર્યો હિસ્સો, એક ગૂડ ન્યૂઝથી શેરના ભાવમાં થઈ શકે વધારો
અદાણી પોર્ટમાં પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા, DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.
વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ડીસેમ્બર 2023 સુધીમાં પ્રમોટર હોલ્ડિંગ 65.53 ટકાથી વધીને 65.89 ટકા થયું છે. આ પ્રમોટર્સમાં Adani Tradeline Private Limited જે અદાણી ગૃપની કંપની છે તેઓએ પોતાનો હિસ્સો 4.47 ટકાથી વધારીને 6.38 ટકા કર્યો છે.
5 / 5
આ ઉપરાંત Emerging Market Investment DMCC એ પોતાનો હિસ્સો 5.95 ટકાથી વધારીને 6.31 ટકા કર્યો છે. જ્યારે પણ પ્રમોટર હોલ્ડિંગમાં વધારો થાય છે ત્યારે કંપનીમાં કોઈ ગૂડ ન્યૂઝ આવવાની શક્યતા રહે છે. જો કોઈ પોઝિટીવ સમાચાર આવે છે ત્યારે કંપનીના શેરમાં વધારો થઈ શકે છે.