આ ‘3 સ્ટોક’ પર રાખો નજર… કિંમત 250 રૂપિયાથી ઓછી અને ભવિષ્યમાં તગડી કમાણીની સંભાવના

શેરબજારમાં રોકાણ કરવા માટે હંમેશા એવા મજબૂત સ્ટોક્સની શોધ રહે છે કે, જે ઓછી કિંમતે મળતા હોય પણ આગળ જતાં મજબૂત ગ્રોથ આપી શકે. બજારના એક્સપર્ટ્સ આવા શેરની ઓળખ કરવા માટે PEG રેશિયો જેવા મહત્વના માપદંડનો ઉપયોગ કરે છે. આ જ ગણતરીના આધારે 3 એવા શાનદાર શેર સામે આવ્યા છે કે, જેમના પર રોકાણકારો આગામી સમય માટે નજર રાખી શકો છો.

| Updated on: Jul 17, 2026 | 4:35 PM
1 / 5
શેરબજારમાં હંમેશા એવા સ્ટોક્સની શોધ ચાલુ રહે છે કે, જેની કિંમત ઓછી હોય પરંતુ ભવિષ્યમાં વધુ સારા ગ્રોથની સંભાવના રહેલી હોય. આવા સ્ટોક્સની ઓળખ કરવા માટે રોકાણકારો ઘણા નાણાકીય સંકેતોનો ઉપયોગ કરે છે.

2 / 5
આમાં PEG (Price to Earnings to Growth) Ratio એક મહત્વનો માપદંડ માનવામાં આવે છે. સામાન્ય રીતે PEG Ratio 1 થી ઓછો હોવાનો અર્થ એ થાય છે કે, કંપનીના શેરની વર્તમાન કિંમત તેની સંભવિત કમાણીની તુલનામાં આકર્ષક હોઈ શકે છે. આ જ આધારે કેટલાક એવા શેર સામે આવ્યા છે કે, જેની કિંમત 250 રૂપિયાથી ઓછી છે અને તેના પર રોકાણકારો દાવ લગાવી શકે છે.

3 / 5
Vikram Solar Ltd રિન્યુએબલ એનર્જી (ગ્રીન એનર્જી) ક્ષેત્રની અગ્રણી ભારતીય કંપની છે, જે સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ અને સોલર પાવર સોલ્યુશન્સનું ઉત્પાદન કરે છે. કંપની મોટા સોલર પ્રોજેક્ટ્સની સાથે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) સર્વિસ પણ પૂરી પાડે છે. કંપનીનું માર્કેટ કેપ આશરે 7,062 કરોડ રૂપિયા છે. આ શેર પોતાના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 407.85 રૂપિયાથી આશરે 52 ટકા ઘટીને 192 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. TradeBrains ના રિપોર્ટ અનુસાર, કંપનીનો PEG Ratio 0.07, ROE 21.4 ટકા અને ROCE 30.6 ટકા છે.

4 / 5
BLS International Services Ltd વિઝા, પાસપોર્ટ અને સિટિઝન સર્વિસ પૂરી પાડતી વૈશ્વિક કંપની છે. તે વિવિધ દેશોની સરકારો અને દૂતાવાસો સાથે મળીને અરજી પ્રક્રિયા અને ડિજિટલ સર્વિસનું સંચાલન કરે છે. આશરે 9,804 કરોડ રૂપિયાના માર્કેટ કેપ ધરાવતી આ કંપનીનો શેર પોતાના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 415 રૂપિયાથી લગભગ 43 ટકા ઘટીને 234 રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીનો PEG Ratio 0.28, ROE 32.7 ટકા અને ROCE 29.3 ટકા છે.

5 / 5
Marsons Ltd વીજળી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર માટે ટ્રાન્સફોર્મર તેમજ બીજી ઇલેક્ટ્રિકલ સાધનો બનાવતી કંપની છે. કંપની દેશમાં વધી રહેલી પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીનું માર્કેટ કેપ 1,919 કરોડ રૂપિયા છે. આ શેર 217.45 રૂપિયાના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી આશરે 48 ટકા ઘટીને 112 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનો PEG Ratio 0.26, ROE 27.2 ટકા અને ROCE 25.4 ટકા છે.

Follow Us