Paris Paralympics : પેરિસ પેરાલિમ્પિકમાં આ ખેલાડીઓ પાસે ગોલ્ડ મેડલની આશા, ગુજરાતી ખેલાડી પણ સામેલ

|

Aug 22, 2024 | 2:35 PM

પેરિસ પેરાલિમ્પિકની શરુઆત 28 ઓગસ્ટથી થશે. જેમાં ભારતના કુલ 84 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં કેટલાક ખેલાડીઓ પાસે ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવી રહી છે. તેમાંથી એક ગુજરાતી ખેલાડી પણ સામેલ છે. જેનું ગત્ત ટોક્યો પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતુ,

1 / 6
પેરિસમાં રમાનાર પેરાલિમ્પિકમાં આ વખતે ભારતના કુલ 84 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ એથલિટ પાસે ભારતને મેડલની આશા છે. ભારતે ગત્ત વખતે પેરાલિમ્પિકમાં કુલ 19 મેડલ જીત્યા હતા.

2 / 6
ફ્રાન્સની રાજધાની પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન 28 ઓગસ્ટથી 8 સપ્ટેમબર સુધી કરવામાં આવ્યું છે. પેરાલિમ્પિકમાં ભારત તરફથી કુલ 84 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અત્યારસુધી પેરાલિમ્પિકમાં ભારતે 9 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 31 મેડલ જીત્યા છે.

3 / 6
મુરલીકાંત પેટકરે પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર પહેલો ખેલાડી હતો. આ વખતે પણ ભારતના અનેક સ્ટાર ખેલાડીઓ પેરાલિમ્પિકમાં પોતાની તાકાતથી દેશને મેડલ જીતાડશે. ભારતના પેરાલિમ્પિક સિમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર ઝાઝરિયાએ  કહ્યું કે, આશા છે કે, આ વખતે ઓછામાં ઓછા 25 મેડલ ખેલાડીઓ જીતશે.

4 / 6
પેરિસમાં ભારત માટે ગોલ્ડ જીતવા માટે શૂટર અવની લેખરા અને ભાલા ફેંકનાર સુમિત અંતિલ પ્રથમ પસંદગી હશે. આ બંન્ને પાસે ગોલ્ડ મેડલની આશા છે. અવનિએ ટોક્યોમાં મહિલાની 10 મીટર એર રાઈફલ સ્ટેડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો સુમિત પણ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

5 / 6
હવે આપણે ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓની વાત કરીએ તો. અવની લેખારા, સુમિત અંતિલ, મનીષ નરવાલ, કૃષ્ણા નાગરે મેડલ જીત્યા હતા.  તેમજ નિષાદ કુમાર, દેવેન્દ્ર ઝાઝરિયા, યોગેશ કથુનિયા, મરિયાપ્પન થંગાવેલુ, પ્રવિણ કુમાર, સિંહરાજ અઘાના, સુહાસ યતિરાજ પાસે પણ મેડલની આશા રાખવામાં આવી રહી છે.

6 / 6
ભારતીય એથલેટે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં 24મું સ્થાન મેળવ્યું હતું. આ વખતે ગુજરાતના 5 ખેલાડીઓ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ ખેલાડીઓ પાસે પણ મેડલની આશા રાખવામાં આવી રહી છે. ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Published On - 12:26 pm, Thu, 22 August 24

Next Photo Gallery