
લંચની વાત કરીએ તો તે બપોરે પ્રોટીન યુક્ત વસ્તુઓ ખાવાની પસંદ કરે છે. રોટલી સાથે સીઝનલ શાકભાજી , દહીં અને સલાડ ખાય છે. આ સિવાય છોલે અને રાજમાનું પણ સેવન કરે છે.

હવે આપણે વિનેશ ફોગાટના ડિનરની વાત કરીએ તો તે રાત્રે ઈંડા ખાય છે, આ સિવાય રોટલી અને લીલા શાકભાજીનું સેવન કરે છે. તેની ડાયટમાં પ્રોટીન અને ફાઈબરની માત્રા વધુ હોય છે. આ સિવાય એક ગ્લાસ દુધ પણ પીએ છે.

વિનેશે કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરી જાપાનની ઓલિમ્પિક ચેમ્પિયન સુસાકીને 3-2થી હાર આપી સો કોઈને ચોંકાવી દીધા હતા. આ જીત મહત્વની છે કારણ કે, તેમણે નંબર 1 ખેલાડીને હાર આપી છે અને કવાર્ટર ફાઈનલમાં જીતી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.
Published On - 1:07 pm, Wed, 7 August 24