
ભાવિના પટેલ ગુજરાતની ભારતીય પેરાથલીટ અને ટેબલ ટેનિસ ખેલાડી છે. તેણે ટોક્યોમાં 2020 સમર પેરાલિમ્પિક્સમાં વર્ગ 4 ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ભાવિના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સંખ્યાબંધ મેડલ જીત્યા છે. 2011 પીટીટી થાઈલેન્ડ ઓપનમાં વ્યક્તિગત કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીતીને તે વર્લ્ડ નંબર 2 રેન્કિંગ પર પહોંચી હતી.

ટોક્યો 2020 પેરાલિમ્પિક્સમાં તે બોરિસ્લાવા રેન્કોવિકને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી અને ઝોઉ યિંગ દ્વારા હરાવ્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હતો. ભાવિના પટેલ અમદાવાદ (ESIC) સાથે પણ કામ કરી ચૂકી છે.

2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગ 3-5માં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. પેરાલિમ્પિક્સમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય ટીટી (ટેબલ ટેનિસ) ખેલાડી છે

ભાવિના પટેલને પેરા ટેબલ ટેનિસમાં અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. તેમજ ભાવિને પટેલને અર્જુન એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવી ચૂકી છે. તેમજ ભાવિના સરદાર પટેલ અને એકલવ્ય એવોર્ડ પણ મળ્યો છે.

ભાવિના પાસે અંદાજે 5થી વધુ ગોલ્ડ, 14 સિલ્વર (2020 ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર સહિત), અને આઠ બ્રોન્ઝ મેડલ તેના નામે છે. ભાવિના પટેલ વડનગર પાસેના સુંધિયાની રહેવાસી છે, એ જ તાલુકો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા થયા છે.

જ્યારે ભાવિના માત્ર એક વર્ષની હતી, ત્યારે તેને પોલિયો થયો હતો. જેણે તેના આખા શરીરને અસર કરી હતી. તેનો પરિવાર તેના મુશ્કેલ સમયમાં તેની સાથે હંમેશા ઉભો રહ્યો છે.

ઓક્ટોબર 2013માં ભાવિનાએ બેઇજિંગમાં એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ વર્ગ 4માં સિલ્વર મેડલ જીત્યો હતો.2017માં ભાવિનાએ ચીનના બેઇજિંગમાં યોજાયેલી એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2004 માં ભાવિના, તેના પરિવાર સાથે, ગુજરાતના મહેસાણા જિલ્લાના તેના મૂળ ગામ સુંધિયાથી અમદાવાદ આવી ગઈ. ભાવિનાના લગ્ન નિકુલ પટેલ સાથે થયા છે.તેમનો પતિ પણ ભાવિનાને રમત માટે ખુબ જ સપોર્ટ કરતો જોવા મળે છે.

અહેવાલ મુજબ ભાવિના શિક્ષિકા બનવા માંગતી હતી, અને જ્યારે તેણીની શારીરિક અક્ષમતા માટે એક ઇન્ટરવ્યુમાં તેને નકારી કાઢવામાં આવી, ત્યારે તેના પિતા હસમુખભાઈ પટેલે બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનની એક જાહેરખબર જોઈને તેને આઈટીઆઈ કોર્સમાં દાખલ કરવાનું નક્કી કર્યું,આ એસોસિએશનમાં જોડાયા બાદ ભાવિનાએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

હાલમાં ભાવિના પટેલ પેરિસ પેરાલિમ્પિકમાં પહોંચી ગઈ છે., ત્યારે તેના ચાહકો તેમજ ગુજરાત વાસીઓને ભાવિના પટેલ પાસે પેરાલિમ્પિકમાં બીજા મેડલની આશા છે.
Published On - 8:47 am, Sun, 1 September 24