
નતાશા પહેલા પણ હાર્દિકનું નામ ઘણી અભિનેત્રીઓ અને મોડલ્સ સાથે જોડાયું હતું. અહેવાલો અનુસાર, હાર્દિકનું નામ એક સમયે કોલકાતા સ્થિત મોડલ લીશા શર્મા સાથે જોડાયું હતું. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. આ પછી હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા બ્રેકઅપની જાહેરાત કરી હતી. બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા તેથી તેમનું બ્રેકઅપ થઈ ગયું.

હાર્દિક અને અભિનેત્રી એલી અવરામ વચ્ચેના અફેરના સમાચાર પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. બંનેના જાહેરમાં ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ પછી અચાનક તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા.

આ સિવાય હાર્દિકનું નામ અભિનેત્રી એશા ગુપ્તા સાથે પણ જોડાયું હતું. બંને એક પાર્ટીમાં મળ્યા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેમાંથી કોઈએ ક્યારેય આ વાત જાહેર કરી નથી.

હાર્દિકનું નામ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાયું હતું. જો કે, તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.