Paris Paralympics 2024 : અકસ્માતમાં એક પગ કપાઈ ગયો છતાં હિંમત ન હારી, પેરિસ પેરાલિમ્પિકમાં માનસીની નજર મેડલ પર

|

Aug 29, 2024 | 11:40 AM

માનસી જોશી એક ભારતીય પેરા-બેડમિન્ટન ખેલાડી છે. તે ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન છે, વર્ષ 2015માં રમતગમતની દુનિયામાં તેની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2022માં તે મહિલા સિંગલ્સ (SL3 શ્રેણી)માં વિશ્વની બીજા ક્રમની ખેલાડી હતી.

1 / 5
માનસી જોશી ભારતની પેરા-બેડમિન્ટન ખેલાડી છે. માનસી જોશી પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. માનસીએ પેરા બેડમિન્ટનમાં અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે, હવે પેરિસ પેરાલિમ્પિકમાં તેની નજર માત્ર મેડલ પર રહેશે.

2 / 5
35 વર્ષીય માનસીને એક અકસ્માતે એન્જિનિયરમાંથી બેડમિન્ટન ખેલાડી બનાવી દીધી. ભારતની માનસી જોશીએ પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો.તમને જણાવી દઈએ કે,માનસી જોશીની પેરિસ પેરાલિમ્પિકમાં મેચ 29 ઓગસ્ટના રોજ બપોરના 2 કલાકે છે.તેમજ બીજી મેચ 30 ઓગસ્ટના રોજ બપોરના 12 કલાકે છે.

3 / 5
પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે,વિશ્વાસ નથી થતો કે હું 10 વર્ષ સુધી આ રમત રમ્યા બાદ મારી પ્રથમ પેરાલિમ્પિક્સ રમીશ.પ્રેક્ટિસ સેશન આજે સમાપ્ત થાય બાદ આવતીકાલથી મેચો શરૂ થશે.

4 / 5
તમને જણાવી દઈએ કે, માનસી જોશીનો જન્મ રાજકોટમાં થયો હતો.માનસી પુલેલા ગોપીચંદ એકેડમીમાં ટ્રેનિંગ લઈ ચૂકી છે. માનસી મોટા ભાગનો સમય જીમમાં પસાર કરે છે અને પોતાને ફિટ રાખે છે.

5 / 5
માનસી રોડ અકસ્માતનો ભોગ બની હતી. તે સ્કૂટી પર જઈ રહી હતી અને આ દરમિયાન તેને ટ્રકે ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ડૉક્ટરોએ લગભગ 12 કલાક સુધી સર્જરી કરવી પડી, તેનો એક પગ કપાઈ ગયો. આ સમયે જ તેણે જીવનને નવી દિશા આપવાનું નક્કી કર્યું. હવે તેના ચાહકોને પણ આશા છે કે, માનસી પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને મેડલ જીતાડી દેશ સહિત ગુજરાતનું નામ રોશન કરશે.

Published On - 5:57 pm, Wed, 28 August 24

Next Photo Gallery