
ભાલા ફેંકને જેવલિન થ્રો પણ કહેવામાં આવે છે.ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોનો ઇતિહાસ ખુબ જુનો છે. ભાલાનું વજન અને લંબાઈ અલગ અલગ હોય છે. જેમાં પુરુષના ભાલાનું વજન 800 ગ્રામ હોય છે તમજ લંબાઈ 2.6 થી 2.7 મીટરની હોય છે. મહિલાઓની રમતમાં ભાલાનું વજન 600 ગ્રામ અને લંબાઈ 2.2 થી 2.3 મીટર હોય છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નીરજ ચોપરાનો ભાલો 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓનલાઈન સ્ટોર્સ પર ભાલાની કિંમત 930 રૂપિયાથી લઈને 80,000 રૂપિયા સુધીની છે.એથ્લેટ્સે જેવલિન ફેંકતી વખતે ફાઉલ લાઇનની પાછળ રહેવું જરુરી છે.

ભાલા ફેકવાના નિયમો પણ હોય છે. જે સ્થળ હોય છે તેને રનવે કહેવામં આવે છે. ભાલાને એક જ હાથે પકડવાનો હોય છે. હાથમાં મોંજા પહેરવાની પરવાનગી આપવામાં આવતી નથી. ભાલાને ખંભા ઉપર રાખી ફેંકવાનું હોય છે. ભાલો જેટલું દુર જાય તેટલા નંબર મળે છે.

ભારતમાં સફળ ભાલા ફેંકનાર બનવા માટે તમારે પહેલા જિલ્લા, પછી રાજ્ય અને પછી રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવું પડશે. તેનો અર્થ એ છે કે, દરેક અન્ય રમતની જેમ, તમે જેવલિનમાં પણ સ્ટેપ બાય સ્ટેપ એક સફળ ખેલાડી બની શકો છો. એકવાર તેમના નામની ઘોષણા થઈ જાય, રમતવીરોએ એક મિનિટની અંદર થ્રો કરવાનો હોય છે.

એકવાર તમે નેશનલ જીતી લો, પછી રાષ્ટ્રીય કોચ તમને વધુ તાલીમ આપશે. આ રમતમાં ફુડ, ફિટનેસ અને તમારું કોચિંગ સારું હોવું જોઈએ. ખાસ કરીને જેવલિન માટે શારીરિક તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે નિયમિતપણે જીમમાં પરસેવો પાડવો પડશે.

ભાલાથી માત્ર જમીન પર નિશાન બનાવવાની જરૂર છે અને એ જરૂરી નથી કે તે જમીનમાં ચોંટી જાય. નીરજ ચોપરાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તે આ રમત માટે તેના ઘરથી 17 કિલોમીટર દૂર ટ્રેનિંગ માટે જતો હતો.

આખો દેશ પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપરાને ભાલા ફેંકવાની રાહ જોઈ રહ્યો છે. નીરજ ચોપરા ગ્રુપ Aમાં છે. ગ્રુપ Aનો ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટે બપોરે 1:50 વાગ્યે શરૂ થવાનો છે. જો નીરજ ચોપરા ક્વોલિફિકેશન રાઉન્ડ માટે ક્વોલિફાય થાય છે તો તેની ફાઈનલ મેચ 8 ઓગસ્ટે યોજાશે.