
સ્થાનિક ક્રિકેટમાં રેલવે તરફથી રમતી વખતે, આશુતોષનું નામ સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે 2023 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી હતી, જેણે યુવરાજ સિંહનો 12 બોલનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

તેની ઇનિંગ્સે IPL સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું અને 2024ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. ગુજરાત ટાઇટન્સ સામેની તેની ડેબ્યૂ મેચમાં 31 રનની વિસ્ફોટક ઇનિંગે સાબિત કર્યું કે આ ખેલાડી ખાસ છે.

આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન બાદ આશુતોષને 30 લાખની બેસ પ્રાઈઝ સાથે જ્યારે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં આવ્યો તો, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટકકર જોવા મળી હતી. અંતે દિલ્હી કેપિટલ્સે આશુતોષને 3.80 કરોડ રુપિયામાં ખીરદ્યો હતો. હવે આશુતોષ ક્રિકેટમાં એક મોટું નામ બની ગયું છે.

આશુતોષ આઈપીએલના તે ખાસ ખેલાડીઓમાંથી એક છે, જે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની ટીમને જીત અપાવવાની ક્ષમતા ધરાવે છે. મોટા શોટ રમવાની ઈચ્છા વધારે રાખે છે.IPLમાં પોતાનું નામ બનાવનાર આશુતોષ શર્મા ભારતીય ટીમમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરશે,