Virat Kohli Fine : ઓસ્ટ્રેલિયામાં વિરાટને ઘક્કો મારવાની મળી સજા, મેચ રેફરીએ ફટકાર્યો દંડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાય રહી છે. મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના ઓપનર સૈમ કોન્સટ્સને ધક્કો માર્યો હતો.
1 / 7
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસની રમત પૂર્ણ થઈ ચૂકી છે. આઈસીસીએ દિગ્ગ્જ બેટ્સમેન વિરાટ કોહલીને સજા ફટકારી છે. કારણ કે, વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીને ધક્કો માર્યો હતો. જેના કારણે આઈસીસીએ વિરાટને સજા ફટકારી છે.
2 / 7
આ ઘટના બાદ ICCએ વિરાટની મેચ ફીમાંથી 20 ટકા રકમ કાપી લીધી છે અને તે લેવલ 1 માટે દોષી સાબિત થયો છે. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ વિરાટે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે,
3 / 7
રાહતની વાત એ છે કે વિરાટ કોહલીને માત્ર એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે, જે મુજબ તેને આગામી મેચમાં સસ્પેન્ડ કરવાની જરૂર નથી.
4 / 7
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસની રમત પૂરી થતાં જ વિરાટ કોહલી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સમક્ષ હાજર થયો હતો. ત્યાં વિરાટ કોહલીએ પોતાનો ગુનો કબૂલી લીધો. આ પછી મેચ રેફરીએ વિરાટ કોહલીની મેચ ફીના 20 ટકા કાપવાનો આદેશ આપ્યો હતો.
5 / 7
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે 10મી ઓવર પૂરી થયા બાદ વિરાટ કોહલીએ કોન્સ્ટાસને ધક્કો માર્યો હતો. આ ઘટના બાદ વિરાટ કોહલીની ખુબ અલોચના કરવામાં આવી હતી. વિરાટ કોહલીની અલોચના પૂર્વ ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ કરી હતી.
6 / 7
મેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 86 ઓવર બાદ 6 વિકેટે 311 રન છે. સ્ટીવ સ્મિથ 68 રન અને પેટ કમિન્સ 8 રન પર રમી રહ્યો છે.
7 / 7
વિરાટ કોહલીનો ધક્કો લાગ્યા બાદ કોન્સ્ટન્સની ઈનિગ્સ શાનદાર રહી હતી. 19 વર્ષના ખેલાડીની આ પહેલી ટેસ્ટ મેચ હતી. તેમણે 65 બોલમાં 60 રનની ઈનિગ્સ રમી હતી. આ સાથે ઉસ્માન ખ્વાજાની સાથે 89 રનની પાર્ટનરશીપ કરી હતી.
Published On - 2:24 pm, Thu, 26 December 24