Paris Olympics 2024 : શૂટીંગ સ્પોર્ટ્સમાં કારકિર્દી કઈ રીતે બનાવશો, શૂટિંગને લગતી તમામ માહિતી જાણો

|

Jul 30, 2024 | 2:37 PM

ગત્ત કેટલાક વર્ષોમાં ઓલિમ્પિકની રમતમાં શૂટિંગની સ્પર્ધામાં ભારત ખુબ સફળ રહ્યું છે. વર્ષ 2004 અને 2012 વચ્ચે આયોજિત સતત 3 ઓલિમ્પિક રમત દરમિયાન ભારતીય શૂટરોએ 4 મેડલ જીત્યા છે. તો ચાલો જાણીએ શૂટિંગની રમતમાં કારકિર્દી બનાવવા માટે શું ધ્યાનમાં રાખવું.

1 / 9
ક્રિકેટ, ચેસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ આ રમતનોનું નામ સૌ કોઈએ સાંભળ્યું છે. આ રમતમાં ભારતીયનું મોટું નામ છે. હાલમાં જો પેરિસ ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીત્યો છે. આ મેડલ કોઈ ચેસ, કે ક્રિકેટનો નથી, પરંતુ પિસ્તોલ શૂટિંગમાં આવ્યો છે.

2 / 9
 28 જુલાઈએ તેણે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી મનુ ભાકર દેશની પ્રથમ મહિલા બની હતી. ત્યારથી સૌ કોઈ શૂટિંગની રમત વિશે માહિતી મેળવી રહ્યા છે.

3 / 9
શું તમે બાળકોનું શૂટિંગ રેન્જમાં કરિયર બનાવવા માંગો છો, તો આજે અમે તમને જણાવીશું કે, શૂટિંગની રમત કેટલી પડકારજનક છે. શૂટિંગ એક એવી રમત છે જેમાં એકાગ્રતા ખુબ જરુરી છે.

4 / 9
 અમદાવાદમાં શૂટિંગની તાલીમ માટે ઘણી એકેડમી આવેલી છે. અહીં તમે એક મુલાકાત લઈ તમામ માહિતી જાણી તમારા બાળકને મોકલી શકો છો.આ રમતમાં વપરાતી કિટ અન્ય રમતો કરતાં વધુ મોંઘી હોય છે, જેમ કે જો કોઈ વ્યક્તિ રાઈફલ ઈવેન્ટ શરૂ કરે છે, તો તેણે ટ્રાઉઝર, જેકેટ, ઈન્રર્સ, ગ્લોવ્સ, શૂઝ ખરીદવા પડે છે.

5 / 9
 શૂટિંગ એથેન્સ 1896માં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં સામેલ થયેલી નવ રમતોમાંની એક છે.ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) આ રમતનું સંચાલન કરતી સંસ્થા છે.

6 / 9
ગત્ત કેટલાક વર્ષોમાં ઓલિમ્પિકની રમતમાં શૂટિંગની સ્પર્ધામાં ભારત ખુબ સફળ રહ્યું છે. વર્ષ 2004 અને 2012 વચ્ચે આયોજિત સતત 3 ઓલિમ્પિક રમત દરમિયાન ભારતીય  શૂટરોએ 4 મેડલ જીત્યા છે.જેમાં અભિનવ બિન્દ્રાનો સમાવેશ થાય છે જે બેઇજિંગ 2008માં દેશના પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હતો.

7 / 9
 તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિકની શૂટિંગ ઈવેન્ટમાં 3 અલગ અલગ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં રાઈફલ, પિસ્તોલ અને શોટગનનો ઉપયોગ થાય છે. રાઈફલ અને પિસ્તોલ સ્પર્ધા ઈનડોર શૂટિંગમાં રેન્જમાં સ્થિર ટાર્ગેટ પર નિશાન લગાવવાનું હોય છે. જ્યારે શોર્ટગન ઈવેન્ટ આઉટડોર ઈવેન્ટ છે.

8 / 9
10 મીટર એર રાઇફલમાં, દરેક એથ્લેટ 1 કલાક અને 15 મિનિટની સમય મર્યાદામાં 60 શોટ ફાયર કરે છે, ત્યારબાદ ટોચના 8 શૂટર્સ મેડલ માટે સ્પર્ધા કરે છે. પુરુષ અને મહિલા સિવાય મિક્સ ટીમ ઈવેન્ટ પણ હોય છે.

9 / 9
 ભારતના અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ગગન નારંગે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.હવે પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Next Photo Gallery