
તમને જણાવી દઈએ કે, સુરતના હરમીત દેસાઈએ અનેક ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને મેડલનો ઢગલો આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ભારતને જીતાડ્યો હતો. સુરતમાં જન્મેલા હરમીતે માત્ર 6 વર્ષની ઉંમરમાં જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લીધું હતુ.

ભારતીય ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે તમામની નજર ભારતીય પુરુષ અને મહિલા ટીમો પર છે.ટીમ આ પ્રકાર છે પુરૂષ: શરત કમલ, હરમીત દેસાઈ, માનવ ઠક્કર. વૈકલ્પિક ખેલાડી: જી સાથિયાન,મહિલા: મનિકા બત્રા, શ્રીજા અકુલ, અર્ચના કામથ. વૈકલ્પિક ખેલાડી: અહિકામુખરજી
Published On - 12:55 pm, Fri, 17 May 24