પૈસાથી પૈસા બનાવવાની ફોર્મ્યુલા : SIP, FD અને PPF માંથી કોણ છે અસલી વિજેતા ? દર મહિને ₹10,000 ની બચત 10 વર્ષમાં તમને કેટલા લાખ અપાવશે

દર મહિને ₹10,000 બચાવવા છે પણ મુંઝવણ છે કે ક્યાં રોકાણ કરવું? જાણો 10 વર્ષ પછી કયો વિકલ્પ તમને બનાવી શકે છે માલામાલ. FD ભૂલી જશો! આ રોકાણ પ્લાન 10 વર્ષમાં તમારા પૈસા કરી શકે છે ડબલ.

| Updated on: Apr 09, 2026 | 6:54 PM
1 / 6
માત્ર પૈસા કમાવવા પૂરતા નથી, પરંતુ તેને સાચી જગ્યાએ રોકાણ કરવું એ અમીર બનવાની પહેલી શરત છે. ભારતમાં રોકાણકારો માટે SIP, FD અને PPF હંમેશા ફેવરિટ રહ્યા છે. પરંતુ જ્યારે વાત 10 વર્ષના ગાળાની અને દર મહિને ₹10,000 ના રોકાણની હોય, ત્યારે ગણિત આખું બદલાઈ જાય છે. ચાલો સમજીએ કે તમારા પૈસા ક્યાં સૌથી ઝડપથી વધશે.

2 / 6
શું બજારનું જોખમ લેવું ફાયદાકારક છે?: સૌથી પહેલા વાત કરીએ SIP (Systematic Investment Plan) ની. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને ₹10,000 રોકો છો અને સરેરાશ 12% વળતર મળે છે, તો 10 વર્ષમાં તમારું કુલ રોકાણ ₹12 લાખ થશે, પણ તેની સામે તમને અંદાજે ₹23 લાખ જેવી મોટી રકમ મળી શકે છે. એટલે કે રોકાણ કરતા પણ વધુ તો નફો! જોકે, અહીં બજારનું જોખમ જોડાયેલું છે.

3 / 6
સલામતીના શોખીનો માટે FD અને PPF કેટલા સદ્ધર?: જો તમે જોખમ લેવા નથી માંગતા, તો Fixed Deposit (FD) એક સુરક્ષિત રસ્તો છે. જો તમે ₹12 લાખની એકમ રકમ 10 વર્ષ માટે 7% ના વ્યાજે મૂકો છો, તો તે વધીને અંદાજે ₹24 લાખ થઈ શકે છે. પરંતુ દર મહિને રોકાણ કરવા માટે PPF (Public Provident Fund) વધુ લોકપ્રિય છે.

4 / 6
PPF માં હાલ 7.1% વ્યાજ મળે છે. જો તમે ₹10,000 દર મહિને 15 વર્ષ સુધી રોકો છો (કારણ કે PPF નો સમયગાળો 15 વર્ષનો હોય છે), તો તમે ₹18 લાખના રોકાણ સામે અંદાજે ₹32.54 લાખ મેળવી શકો છો. સૌથી મોટો ફાયદો એ છે કે આ રકમ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી હોય છે.

5 / 6
તમારા માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ?: જો ઉંચુ વળતર જોઈએ છે: તો SIP શ્રેષ્ઠ છે, પરંતુ તેમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. જો ટેક્સ બચાવવો છે અને સુરક્ષા જોઈએ છે: તો PPF થી ઉત્તમ કોઈ વિકલ્પ નથી. જો નક્કી કરેલું વળતર જોઈએ છે: તો FD પસંદ કરી શકાય છે.

6 / 6
નિષ્ણાતોના મતે, રોકાણ કરતા પહેલા તમારા લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતા ચોક્કસ તપાસવી જોઈએ. યોગ્ય આયોજન જ તમને આર્થિક આઝાદી અપાવી શકે છે.

Follow Us