
ચેતેશ્વર પૂજારા ટીમમાંથી ડ્રોપ થયા બાદ શુભમન ગીલે ટેસ્ટમાં ત્રીજા સ્થાન પર રમવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેમાં તે સફળ ન રહ્યો. રોહિત શર્માએ ટેસ્ટ સન્યાસ લીધા બાદ ગીલે કેપ્ટન તરીકે રોહિતનુ સ્થાન લીધુ, તો કોહલીએ પણ ટેસ્ટમાંથી સન્યાસ લીધા બાદ તેમના સ્થાને ચોથા નંબર પર ગીલ બેટીંગ કરી રહ્યો છે. આ નંબર પર અત્યાર સુધીમાં ત્રણ ઈનિંગમાં તે બે ઈનિંગમાં બે સદી ફટકારી છે. જેમા એકમાં તો ગીલે ડબલ સેન્ચ્યુરી ફટકારી છે.

ગીલ ત્રીજી સેન્ચ્યુરી પુરી કરવાની એકદમ નજીક હતો ત્યાંજ જોશ ટંગની વિકેટનો શિકાર બની ગયા, ગિલે 269 રનની ઐતિહાસિક ઈનિંગ રમી, જેમા 30 ચોગ્ગા, અને ત્રણ સિક્સર ફટકારી છે. તે ઈંગલેન્ડમાં સૌથી મોટો વ્યક્તિગત ટેસ્ટ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ગિલની આ ઈનિંગના દમ પર જ ભારતે 587 રનનો વિશાળ સ્કોર કર્યો છે.

શુભમન ગીલે યાદગાર ઈનિંગ રમી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ દરમિયાન ગીલે 255 રન બનાવતાની સાથે જ આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી જે પહેલા કોહલીના નામે હતો. કોહલીએ ઓક્ટોબર 2019માં સાઉથ આફ્રિકા સામે પૂણે ટેસ્ટમાં અણનમ 254 રન બનાવ્યા હતા. જો કે ગીલ ઈંગ્લેન્ડમાં આવુ કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા છે.
Published On - 11:15 pm, Thu, 3 July 25